જોકે અમિતાભ સિલેક્ટેડ રોલ જ કરવા ઇચ્છતા હોવાને કારણે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી
`હાઉસફુલ 5`માં નાના પાટેકર, અમિતાભ બચ્ચન
મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’માં નાના પાટેકરે ભજવેલી સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા અમિતાભ બચ્ચનને ઑફર કરવામાં આવી હતી એવું જાણવા મળ્યું છે. જોકે અમિતાભ સિલેક્ટેડ રોલ જ કરવા ઇચ્છતા હોવાને કારણે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે સંજય દત્ત અને જૅકી શ્રોફ દ્વારા ભજવાયેલા રોલ શરૂઆતમાં અનિલ કપૂર અને નાના પાટેકરને ઑફર કરવામાં આવ્યા હતા. જોકે અનિલ કપૂરે આ રોલ કરવાની ના પાડી દેતાં એમાં સંજય દત્ત અને જૅકી શ્રોફને સાઇન કરવામાં આવ્યા અને પછી નાના પાટેકરને સિનિયર પોલીસની ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યા. જો અમિતાભે આ ઑફર સ્વીકારી હોત તો આ ફિલ્મમાં અમિતાભ-અભિષેકની જોડી જોવા મળી હોત.

