વિડિયોમાં તેઓ શ્રીકૃષ્ણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરતાં બધાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપતાં જોવા મળે છે
હેમા માલિની
ઍક્ટ્રેસ અને મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે એક ખાસ વિડિયો શૅર કરીને ચાહકોને નંદલાલના જન્મની શુભેચ્છા પાઠવી છે. આ વિડિયોમાં હેમા યશોદામૈયાના રૂપમાં જોવા મળી રહ્યાં છે. હેમા માલિનીનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ફૅન્સને તેમનો યશોદામાતાનો લુક ખૂબ ગમી રહ્યો છે. વિડિયોમાં તેઓ શ્રીકૃષ્ણ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરતાં બધાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપતાં જોવા મળે છે. તેમનો આકર્ષક અને પરંપરાગત અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.


