હર્ષવર્ધન રાણેએ તેની લેટેસ્ટ ફિલ્મ એક દીવાને કી દીવાનિયતની રિલીઝ સમયે આ રીતે કરી ખાસ અપીલ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનિયત’ આજે રિલીઝ થાય છે ત્યારે રિલીઝના એક દિવસ પહેલાં લીડ ઍક્ટર હર્ષવર્ધન રાણેએ ખાસ અંદાજમાં ફૅન્સને આ ફિલ્મ જોવાની અપીલ કરી છે. હાલમાં ચર્ચામાં આવેલા પ્રમોશનલ વિડિયોમાં હર્ષવર્ધન તેની ગાડી પર સ્ટિકર લગાડી રહ્યો છે જેના પર લખ્યું છે, ‘પ્લીઝ... ટિકટ ખરીદ લેના ઇસ બાર.’ આમ હર્ષવર્ધને ફૅન્સને ફિલ્મને થિયેટરમાં જોવાની વિનંતી કરી છે.


