Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HBD AR Rahman: સંગીતના સરતાજ રહેમાનના એવા આઇકોનિક ગીતો જે તમારી પ્લેલિસ્ટ બનાવશે મધુર

HBD AR Rahman: સંગીતના સરતાજ રહેમાનના એવા આઇકોનિક ગીતો જે તમારી પ્લેલિસ્ટ બનાવશે મધુર

06 January, 2023 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રહેમાનના જન્મદિવસ પર તમારી પ્લેલિસ્ટમાં આ પાંચ ગીતો ઉમેરવા તો બને છે

એઆર રહેમાન

એઆર રહેમાન


સંગીતની દુનિયાના બાદશાહ અને જાદુગર કહેવાતા એઆર રહેમાનના આજે દુનિયાભરમાં ચાહકો છે. તેના અવાજમાં એવો જાદુ છે કે ચાહકો હંમેશા તેના દરેક ગીતને સાંભળવાનું પસંદ કરે છે. આજે એઆર રહેમાન (A.R. Rahman)નો જન્મદિવસ છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી, 1967ના રોજ તમિલનાડુમાં થયો હતો. રહેમાને તેની કારકિર્દીમાં માત્ર હિટ ગીતો જ નથી બનાવ્યા પણ તેમને અવાજ પણ આપ્યો છે, જે આજે પણ લોકોના હોઠ પર છે. રહેમાનના જન્મદિવસ પર તમારી પ્લેલિસ્ટમાં આ પાંચ ગીતો ઉમેરવા તો બને છે.

છોટી સી આશા




મણિરત્નમનાની ફિલ્મ `રોજા`ના તમામ ગીતોએ લોકોના દિલ જીતી લીધા હતા. સિંગર મીનમિનીનો અવાજ મધુની મજેદાર હરકતો સાથે બરાબર મેળ ખાતો હતો. આ ફિલ્મનું જ એક એવું ગીત છે જે હંમેશા જીવનની ઉજવણી કરવાની યાદ અપાવે છે. આ ગીત માટે એઆર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.

છૈયા છૈયા


ફિલ્મ `દિલ સે`નું ગીત ‘છૈયા છૈયા’ કે જેમાં શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા ટ્રેનની ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા હતા ચોક્કસ એક આઇકોનિક ગીત છે! વર્ષ 2002માં, બીબીસી વર્લ્ડ સર્વિસે અત્યાર સુધીના દસ સૌથી લોકપ્રિય ગીતો નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મતદાન કર્યું હતું. 7000 ગીતોમાંથી, જે વિશ્વભરમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, લગભગ 155 દેશોના લોકોએ `છૈયા છૈયા` માટે મતદાન કર્યું હતું.

કુન ફાયા કુન

`કુન ફાયા કુન` એ કુરાનના એક અધ્યાય સુરાહ યાસીનનું એક વાક્ય છે. `કુન ફયા કુન`એ ઈમ્તિયાઝ અલીની `રોકસ્ટાર`ની કવ્વાલી છે, જેમાં રણબીર કપૂર છે અને તેને એ.આર. રહેમાન, જાવેદ અલી અને મોહિત ચૌહાણે ગાયું છે.

લુકા છુપી

લતા મંગેશકરે ગાયેલું `રંગ દે બસંતી`નું ગીત `લુકા છુપી` એ પોતાના પુત્રના મૃત્યુથી શોકમગ્ન માતાની લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતું ગીત છે. તેનો ભાવનાત્મક સ્કૉર ચોક્કસપણે તમારી આંખોમાં આંસુ આવશે.

તુ હી રે

`તુ હી રે` કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું. આ રોમેન્ટિક નંબરમાં અરવિંદ સ્વામી અને મનીષા કોઈરાલા છે, જેમાં મંત્રમુગ્ધ કરનારું સંગીત અને હૃદયસ્પર્શી ગીતો છે.

આ પણ વાંચો: તસવીરમાં દેખાતી આ છોકરીને ઓળખો છો? દિગ્ગજો સાથે પણ કર્યું કામ, હાલ છે સાંસદ

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2023 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK