અનુરાગ ડિરેક્શનની સાથે ઍક્ટિંગ પણ કરી લે છે
ગુલશન દેવૈયા
‘દહાડ’માં જોવા મળેલા ગુલશન દેવૈયાએ અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કર્યું છે. ગુલશને ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ધૅટ ગર્લ ઇન યલો બૂટ્સ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ અનુરાગ કશ્યપે બનાવી હતી. અનુરાગ ડિરેક્શનની સાથે ઍક્ટિંગ પણ કરી લે છે. તેને ઍક્ટિંગની સલાહ આપતાં ગુલશન કહે છે, ‘મને એવું લાગે છે કે તેણે ખરેખર ઍક્ટર બનવા વિશે વિચારવું જોઈએ અને ઍક્ટિંગને ગંભીરતાથી લેવી જોઈએ. આ તો માત્ર મારો મત છે. જોકે ઍક્ટિંગમાં કરીઅર બનાવવી કે નહીં એ તેની પસંદ છે. તેને તો માત્ર સારી ફિલ્મો બનાવવાનું ગમે છે, ઍક્ટર બનવામાં જરાય રસ નથી.’


