ગણેશ ચતુર્થીએ સુનીતા આહુજાએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું, જ્યારે ગોવિંદા અમેરિકામાં હતો. પરત ફર્યા બાદ ગોવિંદાએ બાળકો ટીના અને યશવર્ધન સાથે બાપ્પાની પૂજા કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
ગોવિંદા, યશવર્ધન અને ટીના
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના અવસરે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. આ દરમ્યાન તેમનાં બાળકો યશવર્ધન અને ટીના પણ સાથે જોવા મળ્યાં હતા, પણ ગોવિંદા હાજર નહોતો. એ સમયે સુનીતાએ જણાવ્યું હતું કે ગોવિંદાએ અમેરિકા ગયો છે એટલે બાપ્પાના આગમન વખતે હાજર રહી શક્યો નહોતો. આ પછી ગોવિંદા ઘરે પરત ફરીને બાળકો સાથે બાપ્પાની પૂજા કરી હતી, પણ આ દરમ્યાન તેની સાથે પત્ની સુનીતા જોવા મળી નહોતી.
ગોવિંદાએ દીકરી ટીના આહુજા અને પુત્ર યશવર્ધન સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરીને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ શુભ અવસર પર પ્રાર્થના કરું છું કે કોઈ પણ પ્રકારનો કલેશ કે વિઘ્ન ન આવે. રિદ્ધિ-સિદ્ધિ મળે. આ પરંપરા મારા ઘરમાં મમ્મીના આશીર્વાદથી શરૂ થઈ હતી. વર્ષોથી હું આ કરતો આવ્યો છું, પણ હવે યશ આ પરંપરા આગળ વધારી રહ્યો છે. યશ માટે પ્રાર્થના છે કે તેને શુભતા મળે. ટીના માટે ખૂબ સારો વર અને પરિવાર મળે. રિદ્ધિ-સિદ્ધિની કૃપા મળે. ટીના માટે ઈશ્વર સારો ઘર-પરિવાર આપે. યશ જે રીતે ઘરની અને પરિવારની ધરોહરને લઈને આગળ વધી રહ્યો છે, તેને સફળતા મળે. લોકો કહે છે કે આ ગોવિંદા કરતાં પણ સારો છે. તેને કોઈ વસ્તુની કમી ન રહે. રિદ્ધિ-સિદ્ધિ મળે અને કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે.’
