° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


રણબીર અને શ્રદ્ધામાંથી સૌથી ખરાબ કોણ? જુઓ `તૂ જુઠ્ઠી મેં મક્કાર`નું ટ્રેલર

23 January, 2023 05:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડિરેક્ટર લવ રંજન(Love Ranjan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ `તૂ જુઠ્ઠી મેં મક્કાર` (Tu Jhooti Main Makkar)ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં રણબીર કપૂર (Ranbir Kapoor)અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે.

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર

Tu Jhooti Main Makkar Trailer: ડિરેક્ટર લવ રંજન(Love Ranjan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ `તૂ જુઠ્ઠી મેં મક્કાર` (Tu Jhooti Main Makkar)ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં ટ્રેલરને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલરમાં રણબીર કપૂર(Ranbir Kapoor)અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની શાનદરા કેમેસ્ટ્રી, જોરદાર વિઝુઅલ્સ, હિલેરિયસ ડાયલૉગ અને મસ્ત મજાનો કોન્સેપ્ટ જોવા મળે છે. કહી શકાય કે તૂ જુઠ્ઠી મેં મક્કાર એ ફિલ્મ છે જે થિયેટર્સમાં ફરી રોમાન્સ ક્રિએટ કરવાની છે, પરંતુ 2023ની સ્ટાઈલમાં. 

લવ રંજનની ફિલ્મ હંમેશાં આજના પ્રેમની પરિભાષાને નવા અંદાજમાં બતાવે છે. તૂ જુઠ્ઠી મેં મક્કાર પણ આ ટ્રેક પર જ છે. ટ્રેલર રિલીઝ થતાં જ લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor)અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)લીડ રોલમાં છે. આ જોડી ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે. જોકે રણબીર કપૂરનો લૂક `બચના એ હસીનો` જેવો લાગી રહ્યો છે. 

ફિલ્મની કહાની એક એવા કપલની છે, જે પ્રેમ કરવા ચાહે છે પરંતુ સાથે રહેવા નહીં. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કહે છે-આજકાલ રિલેશનમાં આવવું સરળ છે. તેમાંથી નિકળવું મુશ્કેલ છે. સંબંધ જોડવો સરળ છે, પણ તોડવો મુશ્કેલ છે. એટલે ખોટું બોલીને પકડાવું નથી, પરંતુ ખોટું બોલીને એમાં સત્યને ભેળવવું છે. એ છોકરી છે બાકી તે કરી લે છે. તારે બસ શંકા ઉભી કરાવવાની છે. કઈંક આવી જ રીતે શ્રદ્ધા પણ વિચારતી હોય છે. તે પણ રિલેશનમાં આવવાથી નથી ડરતી, પણ એમાંથી નિકળવાનું મુશ્કેલ લાગે છે.

આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની વિરુદ્ધ FIR દાખલ, અભિનેતાની માતાએ જ કર્યો કેસ

બસ, અહીંથી બંને વચ્ચે શરૂ થાય છે સૌથી વધુ ખરાબ કોણ છે તેની સ્પર્ધા. આ દરમિયાન ફિલ્મમાં કેટલાય ટ્વિસ્ટ અને ટર્ન આવે છે. કોણ જીતે છે, એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. પરંતુ હાલમાં આ ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. દરેક લોકો કમેન્ટ કરી આ ફિલ્મને વર્ષની મનોરંજન ફિલ્મ ગણાવી રહ્યાં છે. તો કેટલાક યુર્ઝસ બૉલિવૂડમાં રૉમેન્ટિક ફિલ્મની વાપસી ગણાવી રહ્યાં છે. 

 

 

 

 

23 January, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મને સન્માનિત કરીને તમે મારા દેશનું માન વધાર્યું છે : અમિતાભ બચ્ચન

સાઉદી અરેબિયામાં તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યા 

26 January, 2023 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સાંઈબાબાના આશીર્વાદ લેવા શિર્ડી પહોંચ્યો અક્ષયકુમાર

મંદિરમાં અક્ષયકુમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાંઈબાબાની મૂર્તિ આપવામાં આવી હતી.

26 January, 2023 06:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા

વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે.

26 January, 2023 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK