માલિક ફિલ્મની વાર્તા ખેડૂત પરિવારનો એક સરળ છોકરો અલાહાબાદનો ગૅન્ગસ્ટર કઈ રીતે બને છે એનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે
ફિલ્મ પોસ્ટર
કન્નપ્પા - અક્ષય કુમારને ભગવાન શંકર તરીકે દર્શાવતી ફિલ્મ મૂળ તેલુગુમાં છે પણ એ હિન્દી, તામિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ જોઈ શકાશે. ભગવાન શિવના એક મહાન ભક્તની વાર્તા કહેતી આ ફિલ્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર ૪ સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે.
ઇન્સ્પેક્ટર ઝેન્ડે - આ રોમાંચક ક્રાઇમ થ્રિલર મૂવીમાં મનોજ બાજપાઈ ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે જિમ સર્ભ ચાલાક અને કુખ્યાત સ્વિમસૂટ કિલર કાર્લ ભોજરાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પાંચ સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
આંખોં કી ગુસ્તાખિયાં - શનાયા કપૂર અને વિક્રાન્ત મેસીને દૃષ્ટિહીન પાત્રો તરીકે દર્શાવતી આ રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ લેખક રસ્કિન બૉન્ડની ટૂંકી વાર્તા ‘ધી આઇઝ હૅવ ઇટ’ પરથી પ્રેરિત છે. ફિલ્મ ZEE5 પર પાંચ સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે.
માલિક - આ રોમાંચક ક્રાઇમ ડ્રામામાં આ ફિલ્મની વાર્તા ખેડૂત પરિવારનો એક સરળ છોકરો અલાહાબાદનો ગૅન્ગસ્ટર કઈ રીતે બને છે એનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર પાંચ સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે.


