ધાકડમાં ફ્રેન્ચ ફોટોગ્રાફી ડિરેક્ટર તેત્સુઓનું સ્વાગત કર્યું કંગનાએ
કંગના રનોટે ‘ધાકડ’માં ફ્રેન્ચ ફોટોગ્રાફી ડિરેક્ટર તેત્સુઓ નગાટાનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ પણ જોવા મળશે. નગાટાએ અનેક ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટમાં કામ કરીને પોતાની ઓળખ જમાવી છે. તેની સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ધાકડ’માં અમારી સાથે ફ્રેન્ચ ફોટોગ્રાફી ડિરેક્ટર તેત્સુઓ નગાટા કામ કરવાના છે. તેણે અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘લા વી એન રોઝ’માં કરેલું કામ પ્રેરણાદાયી છે. સાથે જ જાણીતા ઇન્ટરનૅશનલ ઍક્શન ક્રૂ રાઝી ઘાઈ પણ કામ કરશે. આશા છે કે વિશ્વને આ અદ્ભુત સ્પાય કંપાવી દેશે.’