Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ TJMM નું પહેલું પોસ્ટર આવ્યું સામે, ચાહકોને પૂછવામાં આવ્યા રસપ્રદ પ્રશ્ન

રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ TJMM નું પહેલું પોસ્ટર આવ્યું સામે, ચાહકોને પૂછવામાં આવ્યા રસપ્રદ પ્રશ્ન

13 December, 2022 02:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે

તસવીર સૌજન્ય: લવ ફિલ્મ્સનું ટ્વિટર એકાઉન્ટ

તસવીર સૌજન્ય: લવ ફિલ્મ્સનું ટ્વિટર એકાઉન્ટ


રણબીર કપૂર (Ranbir Kapoor) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની આગામી ફિલ્મના ટાઇટલની એક ઝલક સામે આવી છે. `પ્યાર કા પંચનામા` અને `સોનુ કે ટીટુ કી સ્વીટી` જેવી હિટ ફિલ્મો બનાવી ચૂકેલા ડિરેક્ટર લવ રંજન (Luv Ranjan) આ નવી ફિલ્મના ડિરેક્ટર છે. ફિલ્મનું ટાઇટલ શીર્ષક આવતી કાલે એટલે કે 14 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. નિર્માતાઓએ એક પોસ્ટર શૅર કર્યું છે જેના પર TJMM લખેલું છે. આ સાથે મેકર્સે ચાહકોને પૂછ્યું છે કે શું તેઓ અંદાજો લગાવી શકે છે કે ફિલ્મનું નામ શું હશે?

લવ ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, “શ્રદ્ધા રણબીર TJMM. અ લવ રંજન ફિલ્મ. આવતી કાલે શીર્ષક બહાર પાડવામાં આવશે.” આને શૅર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, “અને ટાઇટલ છે... અંદાજો લગાવો???`



ફિલ્મ 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે



મળતી માહિતી મુજબ, શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે. મેકર્સ આ હોળીના તહેવાર પર રિલીઝ કરી રહ્યા છે.

ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`થી બોક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરનાર અભિનેતા રણબીર કપૂર હાલમાં જ પિતા બન્યો છે. તેની પત્ની આલિયા ભટ્ટે એક પુત્રીને જન્મ આપ્યો છે. તેનું નામ રાહા છે. રણબીર તેની પુત્રીને ઘરે લાવ્યાના થોડા કલાકો પછી કામ પર પાછો ફર્યો હતો. તેની પાસે રશ્મિકા મંદાન્ના અભિનીત ફિલ્મ `એનિમલ` પણ છે. આ સિવાય રણબીર પાસે `બ્રહ્માસ્ત્ર`ની આગામી સિક્વલ પણ છે.

આ પણ વાંચો: રૅપર કિંગના ‘માન મેરી જાન’ની ફૅન છે આલિયા

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `ભેડિયા`માં શ્રદ્ધા કપૂરે ખાસ ડાન્સ નંબર કર્યો હતો. તે રૂખસાના કૌસરની બાયોપિકમાં જોવા મળી શકે છે. રૂખસાનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. રૂખસાનાની હિંમતની બધે ચર્ચા થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK