આ બન્નેએ ૨૦૧૮માં રાજસ્થાનમાં ભવ્યતાથી લગ્ન કર્યાં હતાં.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેનો હસબન્ડ નિક જોનસ તેને ઇન્સિક્યૉરિટીમાંથી બહાર આવવામાં મદદ કરે છે. આ બન્નેએ ૨૦૧૮માં રાજસ્થાનમાં ભવ્યતાથી લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨માં તે બન્ને સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ પણ બની ગયા છે. દીકરીનું નામ તેમણે માલતી મૅરી ચોપડા જોનસ રાખ્યું છે. હસબન્ડ નિકની પ્રશંસા કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘તે એક બુદ્ધિશાળી વ્યક્તિ છે. હું જ્યારે પણ ભૂલી જાઉં તો તે મને મારા આદર્શો યાદ અપાવે છે અથવા જ્યારે હું ઇન્સિક્યૉરિટી અનુભવું તો તે મને હંમેશાં ખાતરી અપાવે છે અને મને તકલીફનાં વાદળોમાંથી બહાર લાવવામાં મદદ કરે છે. તે લોકોમાં હંમેશાં સારી બાબતને જ જુએ છે. અમે એકબીજાની કરીઅર વિશે અને એકબીજાને સારી રીતે જાણતાં નહોતાં. એથી મુલાકાત બાદ એકબીજા સાથે કેટલીક બાબતોની આપ-લે પણ કરતાં હતાં.’


