૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં વિક્રમ ભટ્ટ અને તેની પત્નીના વચગાળાના જામીનની અપીલ ફગાવી દેવાઈ
વિક્રમ ભટ્ટ જુડિશ્યલ કસ્ટડીમાં
ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતામ્બરીને ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મંગળવારે જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. તેમના વકીલે મેડિકલ આધાર પર વચગાળાના જામીનની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે એને ફગાવી દીધી છે. હવે બન્નેને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવશે. આ પહેલાં ૯ ડિસેમ્બરે ઉદયપુરની કોર્ટે તેમને ૭ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે કોર્ટે વિક્રમ ભટ્ટ અને તેની પત્નીને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે અને હવે તેમને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.


