બાંદરા-વરલી સી-લિન્ક પર ૨૫૨ કિલોમીટરની સ્પીડે ચલાવાયેલી લમ્બોર્ગિની કાર વરલી પોલીસે ગઈ કાલે જપ્ત કરી હતી.
લમ્બોર્ગિનીના ડ્રાઇવર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ
બાંદરા-વરલી સી-લિન્ક પર ૨૫૨ કિલોમીટરની સ્પીડે ચલાવાયેલી લમ્બોર્ગિની કાર વરલી પોલીસે ગઈ કાલે જપ્ત કરી હતી.
વિદેશી કારના ડીલર ફૈઝ એડનવાલાએ ૧૨ ડિસેમ્બરે સોશ્યલ મીડિયા પર તે ૨૦૨૧ના મૉડલની લમ્બોર્ગિની કાર ચલાવી રહ્યો હોવાનો અને કારની સ્પીડ ૨૫૧ કિલોમીટર હોવાનો વિડિયો પોસ્ટ કર્યો હતો. બાંદરા-વરલી સી-લીન્ક પર મૅક્સિમમ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક છે. એ વિડિયોમાં અનેક બીજી કારને તે ઓવરટેક કરી રહ્યો હોવાનું પણ દેખાય છે.
ADVERTISEMENT
આ બાબતે પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે વરલી પોલીસે સોશ્યલ મીડિયા પર કરાયેલી ફરિયાદના આધારે લમ્બોર્ગિનીના ડ્રાઇવર સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કર્યો હતો અને એ કાર્યવાહી હેઠળ ગઈ કાલે એ લમ્બોર્ગિની કાર જપ્ત કરી હતી. પોલીસ કેસની વધુ તપાસ ચલાવી રહી છે.


