રણબીર કપૂરની ‘રામાયણ’ પછી હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થયો છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મને લઈને ફિલ્મના નિર્માતાઓ ભૂષણ કુમાર અને રિષબ શેટ્ટીએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે.
શિવાજી મહારાજ પર 500 કરોડની ફિલ્મ બનશે
‘ધુરંધર’ પછી બૉલીવુડમાં ફિલ્મને બે ભાગમાં બનાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂરની ‘રામાયણ’ પછી હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનો ઉમેરો થયો છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મને લઈને ફિલ્મના નિર્માતાઓ ભૂષણ કુમાર અને રિષબ શેટ્ટીએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવશે.
ફિલ્મનું નામ ‘ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ’ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝ નિર્માતા તરીકે જોડાઈ છે, જ્યારે રિષબ શેટ્ટી સહ-નિર્માતાની જવાબદારી સંભાળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે તેમજ લગભગ પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મહારાષ્ટ્રમાં કરવામાં આવી શકે છે. જોકે નિર્માતાઓએ અત્યાર સુધી બન્ને ભાગના બજેટ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
ADVERTISEMENT
આ ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય ઍક્શન ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની વીરતા અને યુદ્ધોની સાથે તેમના નેતૃત્વ, સૈન્ય વ્યૂહરચના અને સ્વરાજ્યના દૃષ્ટિકોણને પણ રજૂ કરવામાં આવશે.
