Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ફાધર’ પિતા-પુત્રીના સુંદર સંબંધોને દેખાડતી સ્ટોરી છે : પંકજ ત્રિપાઠી

‘ફાધર’ પિતા-પુત્રીના સુંદર સંબંધોને દેખાડતી સ્ટોરી છે : પંકજ ત્રિપાઠી

20 January, 2023 04:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને અનિરુદ્ધ રૉય ચૌધરીએ ડિરેક્ટ કરી છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ ‘ફાધર’નું શૂટિંગ પૂરું કર્યા બાદ જણાવ્યું કે એની સ્ટોરી પિતા અને તેની દીકરીના સંબંધોને દેખાડતી સુંદર સ્ટોરી છે. આ ફિલ્મમાં તેની દીકરીના રોલમાં સંજના સંઘી જોવા મળશે. ફિલ્મને અનિરુદ્ધ રૉય ચૌધરીએ ડિરેક્ટ કરી છે. આ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામાનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ કરવાની ખૂબ મજા પડી હતી. પિતા અને પુત્રીના સંબંધોને દેખાડતી આ સુંદર સ્ટોરી છે. તેમની વચ્ચેનું બૉન્ડિંગ અને એકબીજાને કેવી રીતે સથવારો આપે છે એ દેખાડવામાં આવશે. આ રિલેશનશિપ ડ્રામાની સાથે જ થ્રિલર પણ છે. ફિલ્મમાં અતિશય ટૅલન્ટેડ ઍક્ટર્સ છે અને ડિરેક્ટરનું પણ વિઝન સ્પષ્ટ છે. ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવ્યું છે અને એ શહેરની સંસ્કૃતિ પણ જાજરમાન છે. મારા માટે આ અદ્ભુત અનુભવ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK