આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી નથી મળી શકી
ફરહાન અખ્તર
ફરહાન અખ્તરે માર્વલ સ્ટુડિયોઝના ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કર્યું છે. તે બૅન્ગકૉકમાં આ ફિલ્મના કલાકારો અને ક્રૂ-મેમ્બર્સ સાથે છે. માર્વલ સ્ટુડિયોઝ એક અમેરિકન ફિલ્મ સ્ટુડિયો છે જેણે ‘અવેન્જર્સ’ અને ‘આયર્ન મૅન’ જેવી અદ્ભુત ફિલ્મો બનાવી છે. વિશ્વભરમાં એને સૌથી દિગ્ગજ ફિલ્મ સ્ટુડિયોમાંનો એક ગણવામાં આવે છે. એથી કોઈ ઇન્ડિયન ઍક્ટર્સને એમાં સામેલ થવાની તક મળે તો એ મોટી બાબત ગણાય છે. જોકે આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી નથી મળી શકી. પ્રોજેક્ટ સાથે સંકળાયેલી તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી છે.