બિગ બીએ પોતાના બ્લૉગમાં રવિવાર દર્શનના ઘટનાક્રમની તસવીરો શૅર કરી
‘રવિવાર દર્શન’માં ફૅન્સ મોટી સંખ્યામાં અમિતાભની ઘરની બહાર ભેગા થયા
અમિતાભ બચ્ચને રવિવારે તેમના જુહુના નિવાસસ્થાન જલસામાંથી બહાર ભેગા થયેલા ચાહકોને દર્શન આપ્યાં હતાં. આ ખાસ ‘રવિવાર દર્શન’માં ફૅન્સ મોટી સંખ્યામાં અમિતાભની ઘરની બહાર ભેગા થાય છે. આ રવિવારે ફૅન્સને મળીને અમિતાભે તેમના બ્લૉગમાં કેટલીક તસવીરો શૅર કરી અને ટૂંકી નોંધ પણ લખી.
અમિતાભે ભીડ સામે હાથ જોડીને તેમનું અભિવાદન કરતી તસવીરો શૅર કરી. અમિતાભે ભીડની કેટલીક તસવીરો પણ શૅર કરી. એક તસવીરમાં ચાહક લાલ શાલને માથા ઉપર ધરીને અમિતાભને આપવાની ઇચ્છા દર્શાવતો જોવા મળે છે તો એક અન્ય તસવીરમાં ચાહકના હાથની ઝલક જોવા મળે છે જેના પર તેણે અમિતાભનું ટૅટૂ કરાવ્યું છે.


