Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનને હાથમાં શું થયું છે?

અમિતાભ બચ્ચનને હાથમાં શું થયું છે?

Published : 04 August, 2025 07:17 AM | Modified : 05 August, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાથને પૂરતો આરામ મળે અને એ સારી રીતે મૂવમેન્ટ કરી શકે એ માટે આવો રિસ્ટ-સપોર્ટ પહેરવામાં આવે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન નિયમિત રીતે બ્લૉગ લખીને પોતાના ચાહકોના સંપર્કમાં રહે છે. હાલમાં તેમણે પોતાના બ્લૉગમાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર જોઈને અમિતાભના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. આ તસવીરમાં અમિતાભે તેમનાં બન્ને કાંડાં પર રિસ્ટ-સપોર્ટ કે બ્રેસ પહેરેલાં છે. હકીકતમાં આ બ્રેસ કોઈ મેડિકલ કન્ડિશન, ઈજા કે ઉંમરસંબંધિત સમસ્યા અને નબળાઈને કારણે જ્યારે સપોર્ટની જરૂર પડે છે ત્યારે પહેરવામાં આવે છે. હાથને પૂરતો આરામ મળે અને એ સારી રીતે મૂવમેન્ટ કરી શકે એ માટે આવો રિસ્ટ-સપોર્ટ પહેરવામાં આવે છે. અમિતાભ માટે આ રિસ્ટ-સપોર્ટ ખરેખર જ બહુ જરૂરી હશે, કારણ કે એ પહેરવા માટે તેઓ જે અલગ-અલગ રત્નોની વીંટી કે પછી એક કરતાં વધારે ઘડિયાળ પહેરે છે એ પણ ઉતારી નાખ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK