ટાઇગર શ્રોફ અને દિશા પાટણી ફરીથી એક અનટાઇટલ્ડ ફિલ્મમાં જોવા મળશે એવી ચર્ચા છે. આ બન્નેનું ગયા વર્ષે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે
ઍક્શનથી ભરપૂર ફિલ્મમાં દેખાશે એક્સ કપલ ટાઇગર અને દિશા?
ટાઇગર શ્રોફ અને દિશા પાટણી ફરીથી એક અનટાઇટલ્ડ ફિલ્મમાં જોવા મળશે એવી ચર્ચા છે. આ બન્નેનું ગયા વર્ષે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. જોકે બન્ને સાથે સ્ક્રીન શૅર કરતાં દેખાવાનાં છે. અગાઉ તે બન્નેએ ૨૦૧૮માં ‘બાગી 2’માં સાથે કામ કર્યું હતું. હવે બન્ને ફરીથી તેમની કેમિસ્ટ્રી સ્ક્રીન પર દેખાડવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મને જગન શક્તિ ડિરેક્ટ કરશે, જેમણે અગાઉ ‘મિશન મંગલ’ બનાવી હતી. ટાઇગર અને દિશા સાથે આવવાનાં હોવાથી તેમના ફૅન્સની ઉત્સુકતા વધી ગઈ છે. એવું જાણવા મળ્યું છે કે દિશા અગાઉ સારા અલી ખાનને આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે શેડ્યુલ જામ્યું ન હોવાથી તેણે આ ફિલ્મ માટે ના કહી હતી. એને કારણે આ ઍક્શન-થ્રિલરની ઑફર દિશાને મળી ગઈ છે. ટાઇગર અને દિશાની ડાન્સ સ્કિલ્સ અને ઑન-સ્ક્રીન પર્ફોર્મન્સ પ્રશંસનીય છે.

