Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: નીતુ કપૂરે પૌત્રી રાહા કપૂરના પગ ધોઈને ઉજવી દુર્ગાષ્ટમી

Entertainment Updates: નીતુ કપૂરે પૌત્રી રાહા કપૂરના પગ ધોઈને ઉજવી દુર્ગાષ્ટમી

Published : 20 October, 2026 09:20 AM | Modified : 20 October, 2026 12:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતુએ સોશ્યલ મીડિયામાં રાહા સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રાહાનો ચહેરો દેખાતો નથી. રાહા ખુરસી પર બેઠી છે, જ્યારે તેનાં દાદી નીતુ નીચે બેઠાં છે. તસવીરમાં નીતુ પોતાની પૌત્રીના પગ ધોઈને તેના આશીર્વાદ લેતાં જોવા મળે છે.

નીતુ કપૂરે ઉજવી દુર્ગાષ્ટમી

નીતુ કપૂરે ઉજવી દુર્ગાષ્ટમી


નવરાત્રિમાં દર વર્ષે દુર્ગાષ્ટમી અને નવમીના અવસરે હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર લોકો પોતાના ઘરે કન્યાપૂજન અને કન્યાભોજનનું આયોજન કરે છે. ગઈ કાલે મહાનવમીની ઉજવણી થઈ રહી છે, જ્યારે આ પહેલાં મહાષ્ટમી મનાવવામાં આવી હતી. નીતુ કપૂરે પણ ચાર વર્ષની પૌત્રી રાહા કપૂર સાથે અષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમ્યાન નીતુ ગુલાબી અને સફેદ રંગના પ્રિન્ટેડ કુર્તામાં જોવા મળ્યાં હતાં, જ્યારે નાનકડી રાહાએ નારંગી રંગનું ટી-શર્ટ અને જીન્સ પહેર્યાં હતાં.

 નીતુએ સોશ્યલ મીડિયામાં રાહા સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રાહાનો ચહેરો દેખાતો નથી. રાહા ખુરસી પર બેઠી છે, જ્યારે તેનાં દાદી નીતુ નીચે બેઠાં છે. તસવીરમાં નીતુ પોતાની પૌત્રીના પગ ધોઈને તેના આશીર્વાદ લેતાં જોવા મળે છે. આ તસવીર શૅર કરતાં નીતુએ લખ્યું હતું, ‘હૅપી કંજક, જય માતા દી.’



કંગના રનૌતે કરાવ્યો મહાનવમીનો હવન


કંગના રનૌતે ગઈ કાલે મનાલીના તેના ઘરે મહાનવમી નિમિત્તે હવન કરાવ્યો હતો.

મહાનવમી પર વરુણ ધવને ઘરે કર્યું કન્યાપૂજન


વરુણ ધવને મહાનવમીના અવસરે સોશ્યલ મીડિયા પર એક સુંદર તસવીર શૅર કરીને ચાહકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. શૅર કરેલી તસવીરમાં વરુણ પોતાના ઘરે અનેક નાની બાળકીઓ સાથે જોવા મળી રહ્યો છે. દર વર્ષે અષ્ટમી અને નવમીના દિવસે લોકો પોતાના ઘરે કન્યાપૂજન કરે છે અને બાળકીઓને ભોજન પણ કરાવે છે. વરુણ ધવને પણ આ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું. તસવીરમાં તે પોતાના હાથમાં એક કાગળ પકડેલો પણ જોવા મળે છે જેના પર અંગ્રેજીમાં ‘હૅપી નવરાત્રિ’ લખેલું છે.

લૅક્મે ફૅશન વીકની ગ્રૅન્ડ ફિનાલેમાં શો-સ્ટૉપર બની અનીત પડ્ડા

રવિવારે અનીત પડ્ડાએ લૅક્મે ફૅશન વીક અંતર્ગત નવી દિલ્હીના તાજ પૅલેસમાં યોજાયેલા આ ફૅશન-શોમાં ડિઝાઇનર અમિત અગ્રવાલ માટે શો-સ્ટૉપર બનીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેના સ્ટાઇલિશ વાયલેટ આઉટફિટે ફૅશન-શોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. શો-સ્ટૉપર તરીકે અનીતે પૂરા આત્મવિશ્વાસ સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. 

આશીર્વાદ લેવા પહોંચી નૉર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા મહોત્સવમાં આલિયા ભટ્ટ

ગઈ કાલે આલિયા ભટ્ટ  જુહુ ખાતે યોજાયેલા ૮૦મા નૉર્થ બૉમ્બે સાર્વજનિક દુર્ગા પૂજા મહોત્સવમાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. ફિલ્મમેકર અયાન મુખરજી સાથે દુર્ગાપૂજાની ઉજવણીમાં પહોંચેલી આલિયા પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. તેણે આકર્ષક ગુલાબી સાડી સાથે કૉન્ટ્રાસ્ટમાં વાદળી બ્લાઉઝ પહેર્યું હતું. હળવા ફૅબ્રિકની આ સાડી પર સોનેરી ટપકાંની નાજુક ડિઝાઇન હતી જ્યારે બૉર્ડર પર મેટલિક વર્ક કરવામાં આવ્યું હતું. આલિયાએ પોતાના લુકને સોનેરી ઝૂમકાં સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેણે હાથમાં એકસાથે અનેક સોનેરી બંગડીઓ અને આકર્ષક કૉકટેલ રિંગ પણ પહેરી હતી.

બદલાતા શરીર સામે લડવાની નહીં પણ એની સાથે તાલમેલ બેસાડવાની જરૂર છે

મનીષા કોઇરાલાએ મેનોપૉઝને કારણે થતા પરિવર્તન વિશે વાત કરી

મનીષા કોઇરાલાએ મેનોપૉઝના તબક્કાને હિંમત અને પોતાની સંભાળ સાથે સ્વીકારવાનો સંદેશ આપ્યો છે. તેણે મહિલાઓને પોતાના શરીરમાં થતા ફેરફારો સમજવા અને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહિત કરી છે.

મનીષાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે, ‘મેનોપૉઝ આપણી શક્તિનો અંત નથી, પોતાની સંભાળ રાખવાનો એક નવો અધ્યાય છે. હૉર્મોનલ ફેરફારો આપણાં હાડકાં, સ્નાયુઓ, ઊંઘ, મૂડ અને ચયાપચય માટે પડકારરૂપ બની શકે છે પણ આપણે આ તબક્કાનો સામનો ડરથી નહીં, હિંમતથી કરી શકીએ છીએ. વેઇટ-લિફ્ટિંગની કસરત કરો. સારું ખાઓ અને તમારા શરીરને પોષણ આપો. કોઈ અપરાધભાવ વિના આરામ કરો. પોતાની લાગણીઓ અને જરૂરિયાતોને સાંભળો અને જરૂર પડે ત્યારે મદદ માગો. આપણે બદલાતા શરીર સામે લડવાની જરૂર નથી. આપણે એની સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ અધ્યાય આપણા જીવનનો અત્યાર સુધીનો સૌથી મજબૂત તબક્કો બની શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK