આ ફિલ્મમાં તે પવન કલ્યાણના દુશ્મનના રોલમાં દેખાશે.
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મી હવે તેલુગુ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે પવન કલ્યાણ અને પ્રિયંકા મોહનની ‘OG’માં કામ કરતો જોવા મળશે. આ એક ગૅન્ગસ્ટર ડ્રામા છે જેને સુજિત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું ત્રીજું શેડ્યુલ હાલમાં હૈદરાબાદમાં ચાલી રહ્યું છે અને હવે ઇમરાન પણ ફિલ્મ સાથે જોડાયો છે. તે પહેલી વાર તેલુગુ સિનેમામાં કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે પવન કલ્યાણના દુશ્મનના રોલમાં દેખાશે. આ વિશે ઇમરાને કહ્યું કે ‘હું ‘OG’ દ્વારા મારી નવી મુસાફરી શરૂ કરવા માટે એક્સાઇટેડ છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ઇન્ટરેસ્ટિંગ છે. આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ ચૅલેન્જિંગ છે અને પવન કલ્યાણ સર, સુજિત, દનયા સર અને ટીમ સાથે કામ કરવા માટે હું આતુર છું. મને ખાતરી છે કે હું દર્શકોને યાદ રહી જાય એવું કામ આ ફિલ્મમાં કરીશ.’

