ઇમરાન હાશ્મીનું કહેવું છે કે આપણાથી ક્યારેક ને ક્યારેક જાણતાં-અજાણતાં ભૂલો તો થાય છે
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મીનું કહેવું છે કે આપણાથી ક્યારેક ને ક્યારેક જાણતાં-અજાણતાં ભૂલો તો થાય છે. એથી તે એ વિશે જાત-વિશ્લેષણ કરે છે. એ વિશે ઇમરાન કહે છે, ‘આપણે બધાએ લાઇફમાં ભૂલો કરી હોય છે. આપણે કદાચ એ નિયમો પણ તોડ્યા હશે જે આપણે જ બનાવ્યા હશે. એથી મને લાગે છે કે છેવટે આપણે તો માણસ છીએ અને ભૂલો કરીએ છીએ. જો તમને લાગતું હોય કે તમે લાઇફમાં મિસ્ટેક કરી છે અને એને સુધારવા માગો છો તો એને પસ્તાવો કહેવાય. જોકે તમે અન્યોને ખોટા ઠેરવતા હો અને પોતાને સાચા માનતા હો તો એ પસ્તાવો ન કહેવાય. મેં ભૂતકાળમાં જે કાંઈ કર્યું છે એને લઈને હું આત્મવિશ્લેષણ કરું છું અને એને સુધારવા માગું છું.’

