Rajasthan: સીઆઈડી ઇન્ટેલીજ્ન્સની ટિમ દ્વારા એક શખ્સ ઉપર દેશની ગુપ્ત મહિતી પાકિસ્તામાં પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન (Rajasthan)ના જેસલમેરમાંથી એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. અહીં ડીઆરડીઓ ગેસ્ટ હાઉસના કોન્ટ્રેક્ટ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ નામનો આ મેનેજર ગુપ્તચર એન્જ્ન્સી આઈએસઆઈની માટે કામ્ક્રતો હતો. સીઆઈડી ઇન્ટેલીજ્ન્સની ટિમ દ્વારા તેની ઉપર દેશની ગુપ્ત મહિતી પાકિસ્તામાં પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટ અનુસાર રાજસ્થાન (Rajasthan)ના જેસલમેરમાં ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક આવેલા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસના કોન્ટ્રેક્ટ મેનેજર મહેન્દ્ર પ્રસાદને હથકડી પહેરાવવામાં આવી છે. રાજસ્થાન સીઆઈડી દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા અને દેશની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપમાં તેને દબોચી લેવાયો છે. હવે તેને આજે જ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેને રિમાન્ડ પર લઈ જવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT
શેની માહિતી મોકલતો હતો છુપી રીતે?
સીઆઇડી ઇન્સ્પેક્ટર ડૉ. વિષ્ણુકાંતે જણાવ્યું હતું કે ઇન્ડિપેન્ડન્સ ડે ૨૦૨૫ની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન (Rajasthan) સીઆઇડી ઇન્ટેલિજન્સ રાજ્યમાં વિદેશી એજન્ટો દ્વારા હાથ ધરવામાં આવી શકે તેવી સંભવિત રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે. તેના જ ભાગરૂપે મહેન્દ્રની ધરપકડ કરાઈ છે. સીઆઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉત્તરાખંડના અલ્મોરાના પાલનપુરનો રહેવાસી મહેન્દ્ર પ્રસાદ જે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ જેસલમેરમાં કોન્ટ્રેક્ટ મેનેજર તરીકેની ફરજ બજાવે છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આઈએસઆઈના એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો અને મિસાઇલ અને અન્ય શસ્ત્રોના પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જમાં આવતા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓની હિલચાલ અંગે પાકિસ્તાની હેન્ડલર્સને છુપી રીતે માહિતીઓ પહોંચાડતો હતો.
આરોપી મહેન્દ્રની જયપુરના (Rajasthan) સેન્ટ્રલ ઇન્ટરરોગેશન સેન્ટરમાં પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના ફોનમાંથી એવી એવી વિગતો જાણવા મળી હતી કે જેના પરથી કન્ફર્મ થઇ ગયું હતું કે તે પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્કમાં હતો અને ડીઆરડીઓ તેમ જ ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મોકલ્યા કરતો હતો. તમામ પુરાવા ભેગા કાર્ય પછી મહેન્દ્રની ગઈકાલે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્ટેલિજન્સ જાસૂસીનું આ નેટવર્ક કેટલું મોટું છે અને અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામની વિગતો મેળવવા માટે સીઆઈડી તપાસ કરી રહી છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડે ૨૦૨૫ની ઉજવણીને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. અધિકારીઓનું કહેવું છે કે આવા કિસ્સા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.


