Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ઇમર્જન્સી’માં ઓતપ્રોત કંગના

‘ઇમર્જન્સી’માં ઓતપ્રોત કંગના

18 September, 2022 01:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી દેખાશે

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ના પોતાના રોલમાં ઓતપ્રોત બની ગઈ છે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી દેખાશે. આ ફિલ્મને તે ડિરેક્ટ પણ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને વિશાક નાયર લીડ રોલમાં દેખાશે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આજે બ્રેકનો દિવસ છે પરંતુ હું એને બ્રેક નથી કહેતી, એને હું પૉઝ ડે કહું છું. અમસ્તા જ વિચાર આવે છે કે તમે તમારી જાતને કેટલી ઓતપ્રોત કરી દીધી છે. તમે પાત્રમાં ડૂબી જાઓ છો, તમારી અંદર કાંઈ નથી બચતું. તમારા ફોટોને જ તમે અજીબ રીતે જુઓ છો. વાસ્તવિકતા એ છે કે તમે જ્યારે કોઈ પાત્ર ભજવો છો તો એમાં તમે એટલા ઊંડા ઊતરી જાઓ છો કે એની અસર તમારા પર રહી જાય છે અને તમે ફરી પાછા ક્યારે પણ એ જ વ્યક્તિ નથી બની શકતા. ઉદાહરણ તરીકે રાતનું અંધારુ, ચાંદની ચમક, એ એહસાસ તમે નથી અનુભવી શકતા જે રીતે સૂરજનો પ્રકાશ અને સમુદ્રની ઊંડાઈ હોય. તમે ભજવેલું પાત્ર આજીવન તમારી સાથે રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK