Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભેડિયા’ કરતાં તેજ રફતાર છે ‘દૃશ્યમ 2’ની

‘ભેડિયા’ કરતાં તેજ રફતાર છે ‘દૃશ્યમ 2’ની

29 November, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઇમ અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મ ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે

દૃશ્યમ 2 અને ભેડિયા

દૃશ્યમ 2 અને ભેડિયા


‘દૃશ્યમ 2’ હાલમાં બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ક્રાઇમ અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મ ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અજય દેવગનની આ ફિલ્મે ૧૦ દિવસમાં જબરો બિઝનેસ કર્યો છે. ફિલ્મ બની છે ૫૦ કરોડમાં અને એનું કલેક્શન થયું છે ૧૪૩.૯૦ કરોડ રૂપિયા, જે ખરેખર ફિલ્મ માટે સારી બાબત છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે ફિલ્મના ડિરેક્ટર અભિષેક પાઠકે એનો થર્ડ પાર્ટ બનાવવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ વરુણ ધવન અને ક્રિતી સૅનનની ‘ભેડિયા’ શુક્રવારે રિલીઝ થઈ છે. જોકે ફિલ્મના બિઝનેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. શુક્રવારે ૭.૪૮ કરોડ, શનિવારે ૯.૫૭ કરોડ અને રવિવારે ૧૧.૫૦ કરોડની સાથે ત્રણ દિવસમાં કુલ ૨૮.૫૫ કરોડનો વકરો ફિલ્મે કર્યો છે. પહેલા વીક-એન્ડમાં ‘દૃશ્યમ 2’એ ૬૪.૧૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સરખામણીએ ‘ભેડિયા’નું કલેક્શન ખૂબ ઓછું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK