Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dragon First Glimpse: NTRનો ખતરનાક અવતાર! ‘ડ્રેગન’ની પહેલી ઝલકમાં અભિનેતાએ સૌને ચોંકાવી દીધા

Dragon First Glimpse: NTRનો ખતરનાક અવતાર! ‘ડ્રેગન’ની પહેલી ઝલકમાં અભિનેતાએ સૌને ચોંકાવી દીધા

Published : 20 May, 2026 12:10 PM | Modified : 20 May, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dragon First Glimpse: ફિલ્મ ડ્રેગનની ખરેખર લોકો ખૂબ જ અધીરા થઈને રાહ જોઈ રહ્યા છે કેમ કે ઇન્ડસ્ટ્રીના બે મોટા ચહેરાઓ તેની સાથે જોડાયેલા છે એક છે મેન ઓફ ધ માસ એનટીઆર અને બીજા જાણીતા ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ.

`ડ્રેગન`ની પહેલી ઝલક

`ડ્રેગન`ની પહેલી ઝલક


Dragon First Glimpse: ફિલ્મ `ડ્રેગન`ને લઈને ચાહકોમાં ખૂબ જ આતુરતા છે. હવે આ ફિલ્મની પ્રથમ ઝલક સામે આવી છે. ફિલ્મ ડ્રેગનની ખરેખર લોકો ખૂબ જ અધીરા થઈને રાહ જોઈ રહ્યા છે કેમ કે ઇન્ડસ્ટ્રીના બે મોટા ચહેરાઓ તેની સાથે જોડાયેલા છે એક છે મેન ઓફ ધ માસ એનટીઆર અને બીજા જાણીતા ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ. આ બંને આ પ્રોજેક્ટમાં સાથે આવ્યા છે. જોરદાર સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપતી આ ફિલ્મ મોટા પાયે મોટા પડદા પર આવવા તૈયાર છે. હવે આ જ ફિલ્મની પ્રથમ ઝલક આપણી સામે આવી છે. આજે 20 મેના રોજ એનટીઆરનો જન્મદિવસ હોવાથી સામે આવેલી આ પ્રથમ ઝલક ખરેખર બેસ્ટ ગિફ્ટ જ બની રહી છે. 

અહીં જુઓ પહેલી ગ્લિમ્પસ




નિર્માતાઓએ (Dragon First Glimpse) તાજેતરમાં એનટીઆરને એક જબરદસ્ત અવતારમાં દર્શાવતું આકર્ષક નવું પોસ્ટર બહાર પાડ્યું હતું. છેલ્લા અમૂક અઠવાડિયાઓથી સોશિયલ મીડિયા પર તે પિક્ચર્સ શેર થઈ રહ્યા છે. ઘણા ચાહકોએ એનટીઆરના આ અવતારને અત્યાર સુધીનો તેનો સૌથી શક્તિશાળી દેખાવ હોવાનું પણ કહ્યું છે. ઘણા ચાહકોએ એનટીઆરના આવા ખતરનાક અને કઠોર અવતારની પ્રશંસા કરી હતી. ઘણાએ તેની શારીરિક ક્ષમતાની પણ પ્રશંસા કરી છે. એક ચાહકે તો લખ્યું કે, "એનટીઆર માત્ર અભિનય નથી કરતાં, તેઓ માત્ર તે પાત્રમાં જીવી બતાવે છે.” જો કે, ઘણા ચાહકોને એવું પણ લાગ્યું કે આ ફિલ્મ તેના ડિરેક્ટરની અગાઉની ફિલ્મો જેવી જ છે. ઘણા કહે છે કે આ ઝલકમાં કેજીએફ અને સાલાર જેવી જ સામ્યતા કેમ જોવા મળે છે?

પણ, આ ફિલ્મ-પ્રોજેક્ટ (Dragon First Glimpse) પ્રશાંત નીલનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. કેજીએફ અને સાલાર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ દર્શકો એ જોવા માટે ઉત્સુક છે કે આ ફિલ્મ નિર્માતા એનટીઆર સાથે મળીને શું નવું લઈ આવે છે. 


જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેણે જબરદસ્ત ચર્ચા જગવી છે. ચાહકો આતુરતાથી આ ફિલ્મની દરેક અપડેટની રાહ જોઈ રહ્યા છે. જ્યારે બે પાવરહાઉસ ચહેરાઓ એકસાથે આવતા હોય ત્યારે `ડ્રેગન` માટે સૌની આંખો અધીરી બને એ સ્વાભાવિક  છે. હવે પ્રેક્ષકો મોટા પડદા પર આ ફિલ્મ કેવી કમાલ કરે છે તેની રાહ જોઈ રહ્યા છે.

પ્રશાંત નીલ દિગ્દર્શિત `ડ્રેગન`માં એનટીઆર લીડ રોલ (Dragon First Glimpse)માં જોવા મળશે. આ ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સ અને એનટીઆર આર્ટ્સના બેનર હેઠળ તૈયાર કરવામાં આવી છે. નંદમુરી કલ્યાણ રામ, નવીન યર્નેની, વાય. રવિશંકર અને કોસરાજુ હરિકૃષ્ણા દ્વારા સંયુક્ત રીતે આ ફિલ્મનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 જૂન, 2027ના રોજ રિલીઝ થવાની છે. અને આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK