હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જાતે જ જણાવ્યું છે કે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે અને તેઓ એકદમ ફ્રેશ સ્ટોરી સાથે આગળ વધી રહ્યા છે.
શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ડૉન 3’ પર ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે. ડિરેક્ટર ફરહાન અખ્તરની આ ફિલ્મ શરૂઆતથી જ ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે હવે ફરહાન અને રણવીરે જાન્યુઆરી ૨૦૨૬માં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. મળેલા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં રણવીર સાથે બે જૂના ‘ડૉન’ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન પણ જોવા મળશે. આ બન્ને સ્ટાર્સ ઓરિજિનલ ‘ડૉન’માં તેમ જ એની રીમેકમાં જોવા મળ્યા હતા. જોકે આ મામલે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો બધું સમુંસૂતરું પાર પડશે તો ‘ડૉન 3’માં પહેલી વાર રણવીર સિંહ, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જોવા મળશે. એક ચર્ચા પ્રમાણે ‘ડૉન 3’માં પ્રિયંકા ચોપડા કમબૅક કરી ચૂકી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જાતે જ જણાવ્યું છે કે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે અને તેઓ એકદમ ફ્રેશ સ્ટોરી સાથે આગળ વધી રહ્યા છે.


