Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુથી પકડાયો નોએડામાં હિંસક તોફાનોનો માસ્ટરમાઇન્ડ

તામિલનાડુથી પકડાયો નોએડામાં હિંસક તોફાનોનો માસ્ટરમાઇન્ડ

Published : 19 April, 2026 10:02 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ કમિશનરેટ અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમે આરોપીને તામિલનાડુના તિરુચિરાપલ્લી રેલવે-સ્ટેશન પરથી ઝડપ્યો હતો.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નોએડામાં શ્રમિકોએ પગારવધારા માટે કરેલા આંદોલનને હિંસક વળાંક આપનારા મુખ્ય ષડયંત્રકારી અને એક લાખ રૂપિયાનું ઇનામ જેના પર જાહેર થયેલું તે આરોપી આદિત્ય આનંદને પોલીસે આખરે પકડી લીધો હતો. ગૌતમબુદ્ધનગરના પોલીસ કમિશનરેટ અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમે આરોપીને તામિલનાડુના તિરુચિરાપલ્લી રેલવે-સ્ટેશન પરથી ઝડપ્યો હતો. પોલીસના કહેવા અનુસાર નોએડામાં ધરણાં પ્રદર્શન દરમ્યાન ભડકાઉ ગતિવિધિઓ અને હિંસા માટે લોકોને સંગઠિત કરવામાં આદિત્ય આનંદની ભૂમિકા મુખ્ય હતી. તપાસમાં તે આ ઘટનાક્રમનો માસ્ટરમાઇન્ડ હોવાનું જણાયું હતું. ઘટના પછી તે સતત પોતાની જગ્યા બદલીને પોલીસથી ભાગતો ફરતો હતો. આરોપીની ધરપકડ માટે કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 10:02 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK