Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિશા પાટની પોતાનો ફ્લૅટ ભાડે આપીને કરશે બે વર્ષમાં ૭૧ લાખ રૂપિયાની કમાણી

દિશા પાટની પોતાનો ફ્લૅટ ભાડે આપીને કરશે બે વર્ષમાં ૭૧ લાખ રૂપિયાની કમાણી

Published : 18 June, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાડૂત દ્વારા ૮.૫૫ લાખની સિક્યૉરિટી ડિપોઝિટ જમા કરાવવામાં આવી છે જે ત્રણ મહિનાના ભાડા જેટલી થાય છે

દિશા પાટની

દિશા પાટની


દિશા પાટનીએ ખાર-વેસ્ટમાં આવેલો પોતાનો લક્ઝરી ફ્લૅટ બે વર્ષના ભાડાકરાર હેઠળ આપ્યો છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન સંબંધિત દસ્તાવેજો અનુસાર દિશાએ રુસ્તમજી પૅરામાઉન્ટ પ્રોજેક્ટનો પોતાનો ફ્લૅટ ભાડે આપ્યો છે અને એની મુદત ૨૪ મહિનાની છે. ૧૦૦૦ સ્ક્વેર ફુટથી વધુ વિસ્તાર ધરાવતા આ ફ્લૅટનું ભાડું દર મહિને ૨.૮૫ લાખ નક્કી કરવામાં આવ્યું છે.

દસ્તાવેજોમાં એ પણ જણાવાયું છે કે ભાડૂત દ્વારા ૮.૫૫ લાખની સિક્યૉરિટી ડિપોઝિટ જમા કરાવવામાં આવી છે જે ત્રણ મહિનાના ભાડા જેટલી થાય છે. કરારમાં પ્રથમ વર્ષ બાદ પાંચ ટકા ભાડાવધારાની જોગવાઈ પણ છે જેના કારણે બીજા વર્ષ દરમ્યાન માસિક ભાડું અંદાજે ૨.૯૯ લાખ રૂપિયા થઈ જશે. નક્કી કરાયેલા ભાડા અનુસાર આ પ્રૉપર્ટીમાંથી દિશાને બે વર્ષના સમયગાળામાં અંદાજે ૭૧ લાખ રૂપિયાની ભાડાની આવક થવાની સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK