Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેગેટિવ રોલ ભજવવાની ખુશી છે દિશાને

નેગેટિવ રોલ ભજવવાની ખુશી છે દિશાને

02 July, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિશા પટણીને ‘એક વિલન રિટર્ન્સ’માં નેગેટિવ રોલ ભજવવાની ખુશી છે

દિશા પટણી

દિશા પટણી


દિશા પટણીને ‘એક વિલન રિટર્ન્સ’માં નેગેટિવ રોલ ભજવવાની ખુશી છે. તેણે જણાવ્યું છે કે તેણે તેના ડિરેક્ટરની સલાહ મુજબ જ કામ કર્યું છે. આ ફિલ્મને ભૂષણ કુમાર અને એકતા કપૂરે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ‘એક વિલન રિટર્ન્સ’ના ડિરેક્ટર મોહિત સૂરિ સાથે અગાઉ ‘મલંગ’માં પણ દિશાએ કામ કર્યું છે. એ વિશે દિશાએ કહ્યું કે ‘હું મારા ડિરેક્ટરની સલાહનું અનુકરણ કરું છું. હું અનેક નેગેટિવ ફિલ્મો જોતી હતી. બાદમાં એક સમય એવો આવ્યો જ્યારે મેં કહ્યું કે સર, હું હવે આવી ફિલ્મો વધુ નહીં જોઈ શકું, કારણ કે એનાથી તો હું અલગ પ્રકારની વ્યક્તિ બની જઈશ. જોકે તેઓ મને જે કહેતા હતા હું માત્ર એને જ ફૉલો કરતી હતી. કલાકારો પાસેથી શું જોઈએ છે એ મોહિત સર સારી રીતે જાણે છે અને તે લોકોનાં જીવનને સરળ બનાવે છે. ‘મલંગ’માં મોહિત સર સાથે કામ કરીને હું પોતાને લકી માનું છું. તેઓ મને પ્રેરિત કરે છે. મને આવા પ્રકારની ફિલ્મો ગમે છે અને એમાં કામ કરવું તો ખૂબ જ ગમે છે. તેમની સાથે મારી આ બીજી ફિલ્મ છે. આશા છે કે તે મારાથી કંટાળી ન ગયા હોય, કારણ કે હું તેમની સાથે વારંવાર કામ કરવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK