તેની સાથે આ ફિલ્મમાં પરિણીતી ચોપડા પણ કામ કરી રહી છે.

ઇમ્તિયાઝ અલી અને દિલજિત દોસાંજ
દિલજિત દોસાંજે હાલમાં જ ઇમ્તિયાઝ અલીની ‘ચમકિલા’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં તે ઇમોશનલ થયો છે. તેની સાથે આ ફિલ્મમાં પરિણીતી ચોપડા પણ કામ કરી રહી છે. ઇમ્તિયાઝ સાથેનો ફોટો શૅર કરીને દિલજિતે કૅપ્શન આપી હતી કે ‘ઇમ્તિયાઝ સર, તમને ખૂબ જ પ્રેમ. તમારી પાસેથી ઘણું શીખ્યો છું. તમારી સાથે કામ કરીને ખૂબ જ સારું લાગ્યું છે. ફિલ્મની ટીમનો ખૂબ જ આભાર માનું છું, કારણ કે દરેકે ખૂબ જ મહેનત કરી છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.’
આ પણ વાંચો: બ્લૅકપિન્ક અને બૅડ બની સાથે પર્ફોર્મ કરશે દિલજિત દોસંજ
પરિણીતીએ તેના સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા ફેવરિટ હ્યુમન. બેસ્ટ બૉય્ઝ. મારા સૂફીસ. દિલજિતે ‘ચમકીલા’નું શૂટિંગ પૂરું કર્યું છે. તારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેં ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. તારા સિવાય બીજું કોઈ પણ મારો ‘ચમકીલા’ નહીં બની શકે. તને અમરજોતનો પ્રેમ.’