૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાને લીધે આ ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી હતી.
દિલજિત દોસંજ
દિલજિત દોસંજ હવે એપ્રિલમાં કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાનો છે. આ ફેસ્ટિવલમાં સાઉથ કોરિયન ગર્લ બૅન્ડ બ્લૅકપિન્ક અને બૅડ બની પણ પર્ફોર્મ કરવાના છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાને લીધે આ ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી હતી. જોકે ગયા વર્ષે આ ફેસ્ટિવલમાં હૅરી સ્ટાઇલ્સ, બિલી એલિશ અને ધ વીકએન્ડ જેવા સિંગરે હાજરી આપી હતી. આ વર્ષના ફેસ્ટિવલમાં પાકિસ્તાની સિંગર અલી સેઠી પણ ભાગ લેવાનો છે. તે ‘પસૂરી’ સૉન્ગ માટે ખૂબ જ ફેમસ થયો હતો. આ લાઇનઅપ કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર જાહેર કરતાં જ લોકોએ ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. એક ફૅને કૅપ્શન આપી હતી કે દિલજિતનું નામ જોઈને જ તેણે તરત જ આ ફેસ્ટિવલની ટિકિટ બુક કરી દીધી છે.