લૉકડાઉનમાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ આપણાં બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યાં હતાં: અદિતિ
અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે લૉકડાઉન દરમ્યાન ડિજિટલ પ્લૅટફૉર્મ્સ આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યાં હતાં. તેની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ ટૂંક સમયમાં ઑનલાઇન રિલીઝ થવાની છે. લૉકડાઉનને કારણે મોટા ભાગની ફિલ્મો ઑનલાઇન રિલીઝ થઈ હતી. એથી લોકોએ વેબ-શો અને ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર માણી હતી. એ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન આપણને અહેસાસ થયો છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ આપણાં બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયાં હતાં. જોકે મારું એમ પણ માનવું છે કે થિયેટર્સનો અલગ જ જાદુ છે. એથી હું રાહ જોઈ રહી છું કે લોકો થિયેટર્સમાં મોટી સંખ્યામાં જાય અને ફિલ્મો જુએ. જોકે મારું એમ પણ માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ અમેઝિંગ છે, કારણ કે આપણને એના પર સારું કન્ટેન્ટ જોવા મળે છે.’