જ્યારે ‘ધુરંધર’ થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મની વાર્તાને કારણે ૬ ગલ્ફ દેશો અને પાકિસ્તાનમાં એને તાત્કાલિક બૅન કરી દેવામાં આવી હતી
`ધુરંધર`નો સીન
પાંચ ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી આ ‘ધુરંધર’ પહેલાં બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ અને હવે નેટફ્લિક્સ પર રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ OTT પર પણ પોતાનો દબદબો જમાવી લીધો છે. જ્યારે ‘ધુરંધર’ થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મની વાર્તાને કારણે ૬ ગલ્ફ દેશો અને પાકિસ્તાનમાં એને તાત્કાલિક બૅન કરી દેવામાં આવી હતી, પરંતુ નેટફ્લિક્સ પર આવતાંની સાથે જ જે દેશોમાં એ રિલીઝ નહોતી થઈ ત્યાં જ હવે આ ફિલ્મ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.
નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી માત્ર બે દિવસમાં જ પાકિસ્તાનમાં આ ફિલ્મ નંબર વન પર ટ્રેન્ડિંગ બની ગઈ હતી. આ સિવાય જે ગલ્ફ દેશોમાં ‘ધુરંધર’ને બૅન કરવામાં આવી હતી એમાં સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કતર, કુવૈત, બાહરિન અને ઓમાનનો સમાવેશ થાય છે. હવે નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ આ ફિલ્મ બાહરિન, ઓમાન, કતર અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.


