કુલ ૧૬૪૭+ કરોડ રૂપિયાની કમાણી સાથે મેળવ્યું આ યાદીમાં સ્થાન
`ધુરંધર : ધ રિવેન્જ`નો સીન
ડિરેક્ટર આદિત્ય ધરની ‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે અને આ વર્ષે વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ટોચની ૧૦ ફિલ્મોમાં સ્થાન મેળવી લીધું છે.
આ ફિલ્મની કમાણીના આંકડા જોઈએ તો એના હિન્દી વર્ઝને ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ નેટ કમાણી કરી છે જે હિન્દી ફિલ્મ માટે એક મોટો રેકૉર્ડ માનવામાં આવે છે. વિદેશોમાં પણ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મે નૉર્થ અમેરિકામાં લગભગ ૨૬ મિલ્યન ડૉલર (અંદાજે ૨૪૦.૭૨ કરોડ રૂપિયા) અને અન્ય વિસ્તારોમાં ૧૫ મિલ્યન ડૉલર (અંદાજે ૧૩૮.૮૭ કરોડ રૂપિયા)થી વધુ કમાણી કરી છે.
ADVERTISEMENT
ટ્રેડ સૂત્રો મુજબ ફિલ્મની વિશ્વભરની કુલ કમાણી લગભગ ૧૭૮ મિલ્યન ડૉલર (અંદાજે ૧૬૪૭.૯૫ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. આ આંકડા મુજબ ફિલ્મ આ વર્ષની વિશ્વની ટૉપ ટેન સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. આમ ‘ધુરંધર : ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ એક મોટી બ્લૉકબસ્ટર તરીકે ઊભરી આવી છે અને એની સફળતા સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે.
