તેમનો અપાર્ટમેન્ટ શાહરુખ ખાનના મન્નતની સાવ નજીક છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં દીકરી દુઆ સાથે તેમના બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડમાં બની રહેલા નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. હાલમાં આ અપાર્ટમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
રણવીર અને દીપિકાનું નવું ઘર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં દીકરી દુઆ સાથે તેમના બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડમાં બની રહેલા નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. હાલમાં આ અપાર્ટમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને વિડિયોમાં સ્પષ્ટ જણાય છે કે આ અપાર્ટમેન્ટ લગભગ બનીને તૈયાર થઈ ગયો છે.
દીપિકા-રણવીરના આ નવા ઘરની વાત કરીએ તો મળતી વિગતો પ્રમાણે તેમનું આ નવું ઘર અપાર્ટમેન્ટના ૧૬માથી ૧૯મા માળ સુધી ફેલાયેલું છે અને એનો એરિયા ૧૧,૨૬૬ સ્ક્વેર ફુટ જેટલો છે. આ અપાર્ટમેન્ટ બાંદરામાં બૅન્ડસ્ટેન્ડ ખાતે દરિયાની બરાબર સામે છે અને એની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા જેટલી છે.
રણવીર-દીપિકાનું આ નવું ઘર બૉલીવુડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની સાવ નજીક છે. રણવીર અને દીપિકા ઇચ્છે છે કે તેમની દીકરી દુઆનો ઉછેર પ્રકૃતિની નજીક રહીને થાય અને એટલે જ તેમણે સી-ફેસિંગ ઘર લેવાનું પસંદ કર્યું છે.

