Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ આપશે ગૂડ ન્યૂઝ? પતિ રણવીર સિંહ સાથે પહોંચી મુંબઈની હૉસ્પિટલમાં

દીપિકા પાદુકોણ આપશે ગૂડ ન્યૂઝ? પતિ રણવીર સિંહ સાથે પહોંચી મુંબઈની હૉસ્પિટલમાં

Published : 07 September, 2024 08:23 PM | Modified : 07 September, 2024 08:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Deepika Padukone reaches Reliance Hospital: ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા શુક્રવારે કપલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.

દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ફોટોશૂટ કરાવ્યું  હતું (ફાઇલ તસવીર)

દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું (ફાઇલ તસવીર)


બૉલિવૂડના સૌથી પ્રખ્યાત અને ટ્રેન્ડમાં રહેતું કપલ ઍક્ટર રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના (Deepika Padukone reaches Reliance Hospital) ઘરે હવે પારણું બંધાવાનું છે, તે વાતની તો તેમણે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ રણવીર અને દીપિકાએ બેબી બમ્પ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જો કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોઈ કારણસર અચાનકથી દીપિકાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વાતથી તેના ચાહકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે દીપિકા હવે બાળકને જન્મ આપશે, પણ આ અંગે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
શું એ ક્ષણ સાચે આવી ગયો છે? એવું લોકો અંદાજો લગાવી રહ્યા છે. બૉલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે તેમની કારમાં મુંબઈની એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં (Deepika Padukone reaches Reliance Hospital) જતાં જોવા મળ્યા હતા, આ ખાસ ક્ષણને કેપ્ચર કરવા આતુર પાપારાઝીઓથી તેમની કાર ઘેરાઈ ગઈ હતી. જો કે રણવીર અને દીપિકાનો ચહેરો કોઈપણ કૅમેરામાં કેદ થયો નહોતો. શનિવારે રણવીર અને દીપિકા કારથી હૉસ્પિટલમાં પહોંચતા દેખાયા હતા. ફોટોગ્રાફર્સ તેમની તસવીર ક્લિક કરી શક્યા ન હતા. કપલ હૉસ્પિટલ પહોંચ્યા બાદ તેમના પરિવારના લોકો પણ ત્યાં પહોંચતા જોવા મળ્યા હતા, પણ એ સ્પષ્ટ નથી કે દીપિકા નિયમિત ચેક-અપ માટે આવી છે કે તેને બાળકના ડિલિવરી માટે દાખલ કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા શુક્રવારે દીપિકા અને રણવીરે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varinder Chawla (@varindertchawla)




દીપિકા પતિ રણવીર સાથે તેના પહેલા બાળકની અપેક્ષા રાખી રહી છે. ફેબ્રુઆરીમાં કપલે દીપિકા પ્રેગનેન્ટ હોવાના સમાચાર જાહેર કર્યા હતા. "સપ્ટેમ્બર 2024" કેપ્શન સાથે બાળકના પગરખાં અને કપડાં દર્શાવતી એક તસવીર Instagram પોસ્ટ કરી હતી. આ પોસ્ટે તેમના ચાહકોને ઉન્માદમાં મોકલ્યા અને ટૂંક સમયમાં માતા-પિતા બનનારને અભિનંદન એવું લોકો કહેતા હતા. દીપિકા અને રણવીરે (Deepika Padukone reaches Reliance Hospital) 2018 માં લેક કોમો, ઇટાલી ખાતે એક લગ્ન ગાંઠ બાંધી હતી. અહેવાલ મુજબ દીપિકા 2025 માં ફરીથી કામ શરૂ કરી શકે છે અને તે આગામી થોડા મહિના તેના નવજાત શિશુને આપવા માગે છે. દીપિકા પ્રસૂતિ રજા આવતા વર્ષના માર્ચ સુધી ચાલશે અને તે પછી, તે તરત જ અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ સાથે ફિલ્મ ‘કલ્કી’ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે."
જ્યારે ફિલ્મ કરિયરની વાત આવે ત્યારે રણવીર અને દીપિકાની જોડી (Deepika Padukone reaches Reliance Hospital) લોકોને ખૂબ જ ગમે છે. આ કપલ ફરી એક વખત આ દિવાળીએ રોહિત શેટ્ટીની એન્સેમ્બલ કોપ ડ્રામા ‘સિંઘમ અગેઇન’ એકસાથે જોવા મળવાના છે. આ ફિલ્મમાં, રણવીર તેના સિમ્બાના રોલમાં જોવા મળવાનો છે અને કહેવામા આવી રહ્યું છે કે ફિલ્મમાં દીપિકાને લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. તેઓ અજય દેવગન, કરીના કપૂર, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની સ્ટાર-સ્ટડેડ કાસ્ટ સાથે પણ દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2024 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK