આ ફિલ્મ ૧૯ જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે. દીપિકાએ ૨૦૧૨ની લોકપ્રિય ફિલ્મ ‘કૉકટેલ’ના વેરોનિકાના રોલમાં સારીએવી લોકપ્રિયતા મેળવી હતી અને હવે તે ‘કૉકટેલ 2’માં પણ આ જ પાત્રમાં જોવા મળી શકે છે.
કૉકટેલ 2માં જોવા મળી શકે છે દીપિકા પાદુકોણનો ખાસ કૅમિયો
દીપિકા પાદુકોણ હાલમાં તેની બીજી પ્રેગ્નન્સીનો અનુભવ માણી રહી છે ત્યારે રિપોર્ટ મળ્યો છે કે તે ‘કૉકટેલ 2’માં કૅમિયો કરતી જોવા મળી શકે છે. આ ફિલ્મ ૧૯ જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે. દીપિકાએ ૨૦૧૨ની લોકપ્રિય ફિલ્મ ‘કૉકટેલ’ના વેરોનિકાના રોલમાં સારીએવી લોકપ્રિયતા મેળવી હતી અને હવે તે ‘કૉકટેલ 2’માં પણ આ જ પાત્રમાં જોવા મળી શકે છે.
‘કૉકટેલ 2’માં શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ સંજોગોમાં દીપિકાનો કૅમિયો પ્રોજેક્ટને ખાસ બનાવી શકે છે. જોકે આ કૅમિયોના સમાચારને સત્તાવાર કન્ફર્મેશન નથી મળ્યું.
