Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > “થિયેટરમાં આવીને તમારી ફિલ્મો...” OTT એક્ટર્સને ડેવિડ ધવનને આપ્યું ઓપન ચેલેન્જ

“થિયેટરમાં આવીને તમારી ફિલ્મો...” OTT એક્ટર્સને ડેવિડ ધવનને આપ્યું ઓપન ચેલેન્જ

11 August, 2024 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

David Dhawan Open Challenge to OTT: ડેવિડ ધવન તેમના દીકરા વરુણ ધવન સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે.આ ફિલ્મનું ‘નામ જવાની તો ઈશ્ક હોના હૈ’ એવું નક્કી કરવામાં આવ્યું છે.

વરુણ ધવન અને ડેવિડ ધવન (ફાઇલ તસવીર)

વરુણ ધવન અને ડેવિડ ધવન (ફાઇલ તસવીર)


બૉલિવૂડના જાણીતા ફિલ્મ મેકર ડેવિડ ધવનને (David Dhawan Open Challenge to OTT) અનેક સુપર હિટ ફિલ્મો બનાવી છે. કૉમેડી સાથે રોમાંસનો સ્પર્શ ઉમેરીને તેમણે ફિલ્મોને એક નવી ઊંચાઈએ પહોંચાડી હત, પરંતુ હવે ડેવિડ ધવન ખૂબ જ પસંદીદા બની ગયો છે અને તે માત્ર તેમના પસંદગીની ફિલ્મો જ બનાવે છે. આ સાથે હવે ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે અને તે લોકોને પણ ખૂબ જ ગમી રહી છે, પરંતુ ડેવિડ તેનાથી બિલકુલ પ્રભાવિત નથી એવું જણાઈ રહ્યું છે. ડેવિડ ધવનનું માનવું છે કે OTT માત્ર એક અન્ય માધ્યમ છે અને તેના માટે તેનો પહેલો પ્રેમ હજુ પણ થિયેટર જ છે. તેથી જ ડેવિડ ધવને OTT એક્ટર્સને પડકાર આપતું નિવેદન આપ્યું હતું. ડેવિડે કહ્યું છે કે વાસ્તવિક સ્થિતિ ફક્ત થિયેટરમાં જ જોવા મળે છે.


ફિલ્મ મેકર ડેવિડ ધવને તાજેતરના આપેલા એક ઇન્ટરવ્યુમાં OTT કલાકારોને (David Dhawan Open Challenge to OTT) ચેલેન્જ આપ્યું હતું. ડેવિડ ધવન સાચે જ માને છે કે થિયેટરોમાં ફિલ્મો જોવાનો જાદુ ખતમ થયો નથી. ડેવિડે આપેલા નિવેદન મુજબ OTT એ ફિલ્મ નિર્માતાઓ માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ છે, જે તેમને મીડિયા પરીક્ષણ અને બૉક્સ ઑફિસ પરિણામોના દબાણને ટાળવા દે છે, પરંતુ થિયેટરના અનુભવની સરખામણીમાં તે ક્યાંય પણ ઊભું નથી. ડેવિડે અરબાઝ ખાન સાથે વાત કરતા કહ્યું કે થિયેટરમાં આવો અને તમારું સ્ટેટસ બતાવો. તેઓ થિયેટર ફિલ્મો કરી શકશે નહીં પણ અંતે તમારા વખાણ એ જ છે જે થિયેટરમાંથી આવે છે. તેમણે એમ કહીને પોતાની વાત સાબિત કરી કે જ્યારે કોઈ મહત્ત્વપૂર્ણ સીન દરમિયાન તાળીઓના ગડગડાટ થાય છે, ત્યારે લાઈવ દર્શકોની પ્રતિક્રિયાથી મોટું કંઈ નથી. તમે OTT પર આ પ્રકારની પ્રતિક્રિયા મેળવી શકતા નથી.



તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ દિલથી થિયેટર પ્રેમી છે અને થિયેટર રીલીઝ દરમિયાન આવતી અનન્ય ઊર્જાની નકલ અન્ય કોઈ બીજું પ્લેટફોર્મ કરી શકતું નથી. ડેવિડ ધવનની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદાની ‘કુલી નંબર વન’ ની રીમેક કોરોનાને કારણે OTT પ્લેટફોર્મ Amazon (David Dhawan Open Challenge to OTT) Prime Video પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન હતા. દરમિયાન એવી ચર્ચા છે કે ડેવિડ ધવન તેમના દીકરા વરુણ ધવન સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ, ફિલ્મનું ‘નામ જવાની તો ઈશ્ક હોના હૈ’ એવું નક્કી કરવામાં આવ્યું છે. તે ઑક્ટોબર 2025 માં રિલીઝ થવાની તૈયારીમાં છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2024 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK