Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉકટેલ 2ના ટ્રેલર-લૉન્ચમાં શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાએ કરી દીધી જમાવટ

કૉકટેલ 2ના ટ્રેલર-લૉન્ચમાં શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાએ કરી દીધી જમાવટ

Published : 03 June, 2026 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કૉકટેલ 2’ની જાહેરાત થઈ ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે એમાં ક્રિતી અને રશ્મિકા લેસ્બિયન તરીકે જોવા મળશે

ગઈ કાલે લોઅર પરેલમાં આવેલી પ્રખ્યાત લક્ઝરી હોટેલ સેન્ટ રીજિસમાં યોજવામાં આવેલી  ‘કૉકટેલ 2’ના ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટમાં રશ્મિકા મંદાના, શાહિદ કપૂર અને ક્રિતી સૅનન.

ગઈ કાલે લોઅર પરેલમાં આવેલી પ્રખ્યાત લક્ઝરી હોટેલ સેન્ટ રીજિસમાં યોજવામાં આવેલી ‘કૉકટેલ 2’ના ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટમાં રશ્મિકા મંદાના, શાહિદ કપૂર અને ક્રિતી સૅનન.


ગઈ કાલે શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર-લૉન્ચની આ ઇવેન્ટમાં શાહિદ કપૂર ગીત ગાતો જોવા મળ્યો હતો જ્યારે ક્રિતી અને રશ્મિકાએ ફિલ્મમાં તેઓ લેસ્બિયન યુવતીઓનો રોલ કરી રહી હોવાની ચર્ચાના મામલે પ્રતિક્રિયા આપી હતી.

ઇવેન્ટના એક વિડિયોમાં શાહિદ ગાયિકા સુનિધિ ચૌહાણ સાથે ગીત ગાતો જોવા મળે છે; જ્યારે અન્ય એક વિડિયોમાં શાહિદ, ક્રિતી અને રશ્મિકા પોતાના પ્રથમ પ્રેમ વિશે વાત કરતાં જોવા મળે છે.



પ્રથમ પ્રેમ વિશે ક્રિતીએ કહ્યું હતું કે એ સમયે લાગે છે કે આ જ પ્રેમ છે, પરંતુ પછીથી લાગે છે કે કદાચ એ પ્રેમ નહોતો. જોકે પ્રથમ પ્રેમ વિશે રશ્મિકાએ કહ્યું હતું કે ‘મેં હમણાં જ લગ્ન કર્યાં છે અને હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. હું પ્રથમ પ્રેમ વિશે કોઈ વાત કરવા માગતી નથી. હું વર્તમાન સમયમાં જ ખુશ છું.’


‘કૉકટેલ 2’માં ક્રિતી અને રશ્મિકા લેસ્બિયન છે?

‘કૉકટેલ 2’ની જાહેરાત થઈ ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે એમાં ક્રિતી અને રશ્મિકા લેસ્બિયન તરીકે જોવા મળશે. ફિલ્મના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન બન્ને વચ્ચેનું બૉન્ડિંગ જોઈને શાહિદે મજાકમાં કહ્યું, ‘એટલા માટે લોકોને લાગે છે કે ફિલ્મમાં તમે બન્ને લેસ્બિયન છો, કારણ કે તમારી કેમિસ્ટ્રી ખૂબ જ સ્વાભાવિક લાગે છે.’


આ વાત પર તરત જ પ્રતિક્રિયા આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘જો બે છોકરાઓ ખૂબ સારા મિત્રો હોય અને તેમનું બૉન્ડિંગ સારી હોય તો લોકો એને ‘બ્રોમૅન્સ’ કહે છે, પરંતુ જ્યારે બે છોકરીઓની સારી મિત્રતા હોય ત્યારે લોકો એને સહજ રીતે સ્વીકારી શકતા નથી. લોકોને લાગે છે કે બે છોકરીઓ વચ્ચે તો ઝઘડો જ હશે અથવા સ્પર્ધા હશે અને જો તેમની વચ્ચે સારી મિત્રતા હોય તો લોકો માની લે છે કે કંઈક ચાલી રહ્યું છે. આ પ્રકારની વિચારસરણી ખરેખર ખોટી છે.’

ક્રિતીએ પહેરેલો ડ્રેસ છે ૨.૩૬ લાખ રૂપિયાનો

ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં ક્રિતીના બોલ્ડ અને ગ્લૅમરસ લુકે સૌનું ધ્યાન ખેંચી લીધું હતું. આ પ્રમોશનલ ઇવેન્ટમાં ક્રિતી સેમી-શીઅર મૅક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની ડિઝાઇનર બ્રૅન્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર એની મૂળ કિંમત અંદાજે ૨.૩૬ લાખ રૂપિયા જેટલી છે. જોકે હાલમાં બ્રૅન્ડના સેલ દરમ્યાન આ ડ્રેસ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK