ચાંદની બાર રીઓપન્સમાં લીડ ઍક્ટ્રેસ બનવા માટે આ ૩ ઍક્ટ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
અનન્યા પાંડે, તૃપ્તિ ડિમરી, શર્વરી વાઘ
૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘ચાંદની બાર’માં તબુની ઍક્ટિંગે ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મમાં પોતાની ઍક્ટિંગ બદલ તબુને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ‘ચાંદની બાર રીઓપન્સ’ નામની આ સીક્વલમાં વાર્તાના કેન્દ્રમાં તબુ નહીં પણ યંગ ઍક્ટ્રેસ હશે અને આ રોલ માટે અનન્યા પાંડે, તૃપ્તિ ડિમરી અને શર્વરી વાઘના નામની ચર્ચા ચાલી રહી છે. આ ત્રણમાંથી કોની પસંદગી કરવી એ વિશે મેકર્સ પણ કન્ફ્યુઝ્ડ છે. જોકે સીક્વલમાં તબુ હશે કે નહીં એ હજી સસ્પેન્સ છે. ‘ચાંદની બાર રીઓપન્સ’ આવતા વર્ષે ૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.


