શેરાના પિતાની પ્રાર્થનાસભામાં હાજર રહેલી સેલિબ્રિટીઓમાં બૉબી દેઓલ, અલ્વિરા અગ્નિહોત્રી, મિકા સિંહ, મન્નારા ચોપડા અને રાહુલ વૈદ્ય જોવા મળ્યાં હતાં.
સ્ટાર્સ
સલમાન ખાનના બૉડીગાર્ડ શેરાના પિતા સુંદર સિંહ જૉલીનું સાતમી ઑગસ્ટે ૮૮ વર્ષની વયે કૅન્સરના કારણે અવસાન થયું હતું. આ પછી રવિવારે એક ગુરદ્વારામાં પ્રાર્થનાસભા યોજાઈ જ્યાં સલમાન તો હાજર નહોતો રહ્યો પણ તેના સિવાય બીજી અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. શેરાના પિતાની પ્રાર્થનાસભામાં હાજર રહેલી સેલિબ્રિટીઓમાં બૉબી દેઓલ, અલ્વિરા અગ્નિહોત્રી, મિકા સિંહ, મન્નારા ચોપડા અને રાહુલ વૈદ્ય જોવા મળ્યાં હતાં.
શેરા સલમાનનો પર્સનલ બૉડીગાર્ડ હોવા ઉપરાંત તેની કંપની ‘ટાઇગર સિક્યૉરિટી’ દ્વારા હૃતિક રોશન, કરીના કપૂર ખાન અને કૅટરિના કૈફ જેવા ટોચના બૉલીવુડ સ્ટાર્સને સુરક્ષા સર્વિસ પૂરી પાડે છે.


