આ ફિલ્મની સત્તાવાર જાહેરાત નવેમ્બરમાં કરવામાં આવશે
સલમાન ખાન અને સૂરજ બડજાત્યા
બૉલીવુડમાં સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની જોડી સુપરહિટ ગણાય છે. તેમણે ‘હમ આપકે હૈં કૌન’, ‘હમ સાથ સાથ હૈં’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી પારિવારિક ફિલ્મો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. હવે રિપોર્ટ છે કે આ જોડી એક નવા પારિવારિક ડ્રામા અને લવસ્ટોરી સાથે પાછી આવી રહી છે.
સૂરજ બડજાત્યાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘સલમાન સાથેની આગામી ફિલ્મ દ્વારા હું ફરી એક વાર પારિવારિક માહોલ, સાદગી અને નાની-નાની પળોમાં છુપાયેલી ખુશીઓ દર્શાવવાનો પ્રયાસ કરીશ. દર્શકો આજે પણ એવી વાર્તાઓ સાથે જોડાય છે જે દિલથી કહેવામાં આવે અને જેમાં સંબંધોની ઉષ્મા હોય. જોકે સલમાન માટે આ ફિલ્મનું પાત્ર લખવું આ વખતે એક પડકાર છે, કારણ કે હું ઇચ્છું છે કે આ પાત્રમાં પરિપક્વતા અને મસ્તીનો સંગમ હોય. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત નવેમ્બરમાં કરવામાં આવશે.’


