બ્રૅડ પિટ અને ઍન્જેલિનાના અલગ થવાની કન્ટ્રોવર્સી પણ હવે ચર્ચાનો વિષય બની છે.
બ્રૅડ પિટ , જૉની ડેપ
બ્રૅડ પિટ હવે જૉની ડેપની ટીમનો સહારો લઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. બ્રૅડ પિટ અને ઍન્જેલિનાના અલગ થવાની કન્ટ્રોવર્સી પણ હવે ચર્ચાનો વિષય બની છે. જૉની ડેપ અને ઍમ્બર હર્ડ વચ્ચે જે રીતે કેસ ચાલ્યો હતો હવે એમ બ્રૅડ પિટ અને ઍન્જેલિનાનો પણ એવો જ કેસ ચાલશે એવા અણસાર દેખાઈ રહ્યા છે. હાલમાં જ બ્રૅડ પિટ અને ઍન્જેલિનાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ ફાઇટ કરતાં દેખાઈ રહ્યાં છે. આ વિડિયોને લઈને સોશ્યલ મીડિયા પર ઘણા લોકો પોતાના ઓપિનિયન આપી રહ્યા છે. એને લઈને જૉની ડેપની જે રીતે નેગેટિવિટીનો સામનો કર્યો હતો એવો જ હવે બ્રૅડ પિટ પણ કરી રહ્યો છે. બ્રૅડ પિટને લઈને હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે તેનાં બાળકો મૅડૉક્સ અને ઝહારાએ તેની સરનેમ પણ કાઢી નાખી છે. અગિયાર વર્ષ સાથે રહ્યા બાદ ઍન્જેલિના અને બ્રૅડ પિટે ૨૦૧૬માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.
૨૦૨૨માં ઍન્જેલિનાની વકીલે કહ્યું હતું કે બ્રૅડ પિટે તેનાં બાળકોને માર્યાં હતાં. હવે તેની આસપાસ એટલી નેગેટિવિટી વધી ગઈ છે કે તે આને લઈને લીગલ ઍક્શન લેવાનું વિચારી રહ્યો છે. આ માટે બ્રૅડ પિટે મૅથ્યુ હિટ્ઝિકને હાયર કર્યો છે. તેની પીઆર ટીમે જ જૉની ડેપને પણ હૅન્ડલ કર્યો હતો. બ્રૅડ પિટ સૌથી પહેલાં તેની ઇમેજને ક્લીન કરવાનું વિચારી રહ્યો છે. તે દુનિયાને દેખાડવા માગે છે કે તેનાં બાળકો સાથે તેના કેટલા સારા સંબંધ છે. તેમ જ તેની અને તેનાં બાળકો વચ્ચેના સંબંધ આ બધી વાતને લઈને ખરાબ ન થાય એ પણ તેના માટે ચિંતાનો વિષય છે.

