° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


Jubin Nautiyal હોસ્પિટલમાં દાખલ, ઘરમાં જ તૂટી કોણી, જાણો કેવી છે હાલત

02 December, 2022 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal)ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયા હતા.

જુબિન નૌટિયાલ

જુબિન નૌટિયાલ

સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal)ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયા હતા. તેમની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે. આ સિવાય ગાયકને માથા અને કપાળ પર પણ ઈજાઓ થઈ છે. સિંગરને મુંબઈની હોસ્પિટલ (Mumbai Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ તેના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. ડૉક્ટરે તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

તાજેતરમાં જ જુબિન નૌટિયાલનું ગીત `તુ સામને આયે` રિલીઝ થયું હતું. આ ગીત ગાયકે યોહાની સાથે ગાયું હતું. નોંધનીય છે કે ગુરુવારે ગીતના લોન્ચિંગ સમયે નૌટિયાલ અને યોહાની સાથે જોવા મળ્યા હતા. આ પછી જ તેને ઈજા થઈ. સિંગર જુબીન નૌટિયાલે પોતાના ગીતોના આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેના ગીતો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ચાહકો પણ ગાયકના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

02 December, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Sidharth-Kiara Wedding : હવે ૬ ફેબ્રુઆરીએ નહીં પણ આ તારીખે લગ્ન કરશે યુગલ

છેલ્લી ઘડીએ બદલી લગ્નની તારીખ : જેસલમેરમાં શરુ થઈ ગયો છે જશ્ન

05 February, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇફોનથી હવે ફુલ ફીચર ફિલ્મ પણ શૂટ કરી શકાય છે : વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે બહુ જલદી હવે બે કલાકની ફિલ્મને પણ આઇફોન પર શૂટ કરવામાં આવશે.

05 February, 2023 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ચાહત ખન્નાની જેમ હું ગોલ્ડ ડિગર નથી : સુકેશ ચંદ્રશેખર

સુકેશ ચંદ્રશેખરનું કહેવું છે કે હું ચાહત ખન્નાની જેમ ગોલ્ડ ડિગર નથી. મની લૉન્ડિંરગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સંડોવાયેલો છે.

05 February, 2023 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK