શોલે જેવી અનેક ફિલ્મમમાં અભિનય કરનાર એક્ટર તથા કૉમેડિયન સતીન્દર કુમાર ખોસલા ઉર્ફે બીરબલનું નિધન ( Birbal passes away) થયું છે. થોડા સમય પહેલા તેમના માથાં પર છતનો એક ભાગ પડ્યો હતો.

એક્ટર સતીન્દર કુમાર ખોસલા ઉર્ફે બીરબલ (ફાઈલ ફોટો)
હાલમાં જ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક્ટર સતીન્દર કુમાર ખોસલા ઉર્ફે બીરબલનું નિધન થયું છે. અભિનેતાએ 84 વર્ષની વયે મુંબઈમાં 12 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનના સમાચાર તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન અહેસાન કુરેશીએ આપ્યા છે અને નિધનનું કારણ પણ જણાવ્યું છે.
બીરબલને માથામાં ઈજા થઈ હતી
અહેસાન કુરૈશીના જણાવ્યા અનુસાર, બિરબલના માથા પર છતનો ટુકડો પડ્યો હતો, જેના કારણે તે ઘાયલ થયા હતા. આ ટુકડો તેના માથા પર તે જ જગ્યાએ વાગ્યો જ્યાં તેને બે વર્ષ પહેલા પણ તેમને ઈજા થઈ હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેને ઓપરેશનની સલાહ આપી. અભિનેતાએ બે મહિના પહેલા આ ઈજા માટે સર્જરી પણ કરાવી હતી.
બીરબલ તેમની અંતિમ ક્ષણો સુધી ICUમાં જ રહ્યા
અહેસાન કુરેશીએ વધુમાં જણાવ્યું કે ઓપરેશન બાદ બિરબલ દરરોજ ઘરે ફિઝિયોથેરાપી કરાવતા હતા. તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે એકલા ચાલી પણ ન શકે, તેમને કોઈનો સહારો લઈને ચાલવું પડ્તું હતું. તેઓ લાંબા સમયથી પથારીમાં હતા, તેથી તેમનું સુગર પણ વધી ગયું હતું. જ્યારે તેમનું સુગર ખૂબ વધી ગયું, ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં તેઓ અંતિમ ક્ષણો સુધી ICUમાં રહ્યા. તેમને તેમના ઘરની નજીકની અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 12 સપ્ટેમ્બર, બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.
બીરબલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું
નોંધનીય છે કે હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બીરબલને પહેલો બ્રેક ફિલ્મ રાજા (1964)માં મળ્યો હતો, જેમાં તે એક ગીતના માત્ર એક સીનમાં જોવા મળ્યા હતા. આ પછી તેણે `શોલે`, `મેરા ગાંવ મેરા દેશ`, `ક્રાંતિ`, `રોટી કપડા ઔર મકાન` અને `દિલ` જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેણે એક કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. અભિનેતાએ 500 જેટલી ફિલ્મો કરી છે. તેમણે નાની પણ યાદગાર ભૂમિકાઓ ભજવી, જે લોકો તેમના ગયા પછી પણ યાદ રાખશે.