Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડૉન 3’માં રોમાનો રોલ કરવો મને ગમશે : સોભિતા ધુલિપલા

‘ડૉન 3’માં રોમાનો રોલ કરવો મને ગમશે : સોભિતા ધુલિપલા

12 September, 2023 06:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોભિતા ધુલિપલાની ઇચ્છા છે કે તેને ‘ડૉન 3’ માટે ઑડિશન આપવું છે અને તેને રોમાનો રોલ કરવો છે.

સોભિતા ધુલિપલા

સોભિતા ધુલિપલા


સોભિતા ધુલિપલાની ઇચ્છા છે કે તેને ‘ડૉન 3’ માટે ઑડિશન આપવું છે અને તેને રોમાનો રોલ કરવો છે. રોમાનો આ રોલ પ્રિયંકા ચોપડા જોનસે ભજવ્યો હતો. તાજેતરમાં જ ફરહાન અખ્તરે ‘ડૉન 3’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ જોવા મળવાનો છે. રિતેશ સિધવાણી સાથે મળીને તે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો છે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કોણ ઍક્ટ્રેસ છે એ જાણવા નથી મળ્યું. એથી સોભિતાની ઇચ્છા આ ફિલ્મમાં રોમાનો રોલ ભજવવાની છે. તે હાલમાં ફરહાનની બહેન ઝોયા અખ્તરની સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં તારાના રોલમાં જોવા મળી રહી છે. ‘ડૉન 3’માં કામ કરવા વિશે સોભિતાએ કહ્યું કે ‘મને ‘ડૉન 3’માં કામ કરવું ગમશે. ‘મેડ ઇન હેવન 2’માં કામ કર્યા બાદ અનેક લોકો મારી પાસે આવીને કહેતા હતા કે તારા ખૂબ શક્તિશાળી છે. તારાની એનર્જી રોમા જેવી છે. એથી એ સમાનતા પ્રશંસનીય છે. મને એ ફિલ્મો ગમી છે. રોમા તરીકે પ્રિયંકા છવાઈ ગઈ હતી. લોકો એમ વિચારે છે કે એ રોલ મારા પર સારી રીતે બંધ બેસે છે. એથી મને ‘ડૉન 3’નું ઑડિશન આપવું ગમશે. મને એવી ફિલ્મો કરવી ગમે છે જે મેં કરેલા રોલ કરતાં હટકે હોય. હું એવા રોલની શોધમાં હોઉં છું. મને ઍક્શન અને એવી ફિલ્મો જેમાં ડાન્સ અને કૉમેડી હોય એ કરવી ગમશે. લોકો મારા કામથી ચોંકી જાય એ મારી કરીઅરની સૌથી સુંદર બાબત રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2023 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK