પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું અનુમાન લગાવી ભૂમિ પેડણેકર અને તેની બહેનને ટ્રોલ કરવામાં આવતાં સમીક્ષાએ આપ્યો જવાબ
ભૂમિ પેડણેકર અને તેની બહેન સમીક્ષા
ભૂમિ પેડણેકર અને તેની બહેન સમીક્ષાને હાલમાં ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યાં છે. તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. ભૂમિને ઘણી વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહી ટ્રોલ કરવામાં આવી છે. જોકે આ વખતે તેની બહેનને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. સમીક્ષાએ શૅર કરેલા વિડિયોમાં તે તેના મેકઅપને ફાઇનલ ટચઅપ આપી રહી હતી. એને લઈને તેને ટ્રોલ કરવામાં આવી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે બન્ને બહેનોએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાથી એકસરખી દેખાય છે. જોકે એનો જવાબ આપતાં સમીક્ષાએ કહ્યું હતું કે પેરન્ટ્સ એક જ હોવાથી સરખી દેખાઈએ એવું પણ બની શકે છે.