Bhumi Pednekar on Fashion: ભૂમિ પછી એક ફેશન શોમાં જઈને ફેશનની દુનિયામાં પોતાનો જલવો વિખેરી રહી છે.
ભૂમિ પેડનેકર
બૉલિવૂડમાં પોતાના અભિનય માટે જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકરે (Bhumi Pednekar on Fashion) તાજેતરમાં જ મીડિયા અને પ્રેક્ષકોને તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ્સ અને તેના અદ્ભુત ફેશનથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભૂમિએ ફેશન પ્રત્યેના તેના આંતરિક પ્રેમને સ્વીકાર કરીને હવે, તે એક પછી એક ફેશન શોમાં જઈને ફેશનની દુનિયામાં પોતાનો જલવો વિખેરી રહી છે.
પોતાના ફેશન બાબતે ભૂમિએ ખુલાસો કર્યો કે તે ફેશન તરફ કેવી રીતે એટરેક્ટ થઈ હતી અને તેણે પોતાનું કૉલિંગ કાર્ડ બનાવીને ડ્રેસ અપની મજા પણ માણી હતી. ભૂમિએ કહ્યું હતું કે, “જ્યારે મારી ઉંમર વધી રહી હતી ત્યારે સુંદરતાના અમુક આદર્શોમાં ફિટ થવાના દબાણને કારણે મને આત્મવિશ્વાસ (Bhumi Pednekar on Fashion) અનુભવવામાં ખૂબ જ મુશ્કેલી લાગતી હતી, પરંતુ તે બીજા મને જજ કરે તે પહેલા મેં પોતાને શોધવા માટે ફેશનણે અપનાવી છે. જેમ જેમ હું મોટી થઈ તેમ તેમ મારામાં સૌંદર્ય અને ફેશનની સમજણ વિકસિત થઈ છે.
ADVERTISEMENT
ફેશન હવે માત્ર સારા દેખાવા અથવા વલણોને અનુસરવા માટે નથી, ફેશન મારા વ્યક્તિત્વને સ્વીકારવા, મારા વ્યક્તિત્વને વ્યક્ત કરવા અને મને અનન્ય બનાવી તેની ઉજવણી કરવા બાબતે છે. આજે, ફેશન અને સુંદરતા એક એવું માધ્યમ છે જેના દ્વારા હું મારી જાતને, મારા ભાવનાત્મક કેનવાસને અને મારા મનની સ્થિતિને વ્યક્ત કરી શકું છું!”, એવું પણ ભૂમિ પેડનેકરે કહ્યું હતું.
ભૂમિની ફેશન સેન્સ ફેશન (Bhumi Pednekar on Fashion) કઈ રીતે ગ્લેમરસ અને ટેસ્ટફૂલ બંને એકસાથે હોઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભૂમિએ કહ્યું કે “મને પ્રયોગ કરવા ગમે છે. હું માત્ર ફેશન સાથે મજા માણવા માંગુ છું અને મને લાગે છે કે હું તે પૂરા દિલથી કરી રહી છું, જેના કારણે લોકો મારા ફેશન-ફોરવર્ડ મેકઓવરની પ્રશંસા કરી રહ્યા છે. ફેશન એક ખૂબ જ સરસ બાબત છે જ્યારે હું સ્પેક્ટ્રમના સંબંધિતથી ડ્રેસી ફેશન સુધી છેડા પર કામ કરી શકું.”
ભૂમિ આગળ જણાવતાં કહ્યું કે, “લોકો કોઈને હેરાન કરે છે અને મારી સાથે પણ એવું જ થયું હતું. મેં અત્યાર સુધી કરેલી દરેક ફિલ્મમાં (Bhumi Pednekar on Fashion) નાના શહેરની છોકરીનો રોલ પ્લે કર્યો છે અને આવા રોલ કરવાથી મારી એવી છાપ પડી છે કે હું પોતાથી નજીકની છોકરી બનીને અદ્ભુત દેખાઈ શકું છું. મને ગમે છે કે લોકો મને આ રીતે પસંદ કરે છે, પરંતુ મારો ફેશન ટર્ન એ ધારણાને તોડવાનો અને લોકોને બતાવવાનો છે કે હું ખરેખર કોણ છું અને હું કેવી રીતે પોતાને માગુ છું. હું એક યંગ, આત્મવિશ્વાસુ ભારતીય મહિલા છું જે ફેશન દ્વારા પોતાની જાતને વ્યક્ત કરી રહી છે અને હું મારા લુક માટે જે પ્રેમ મેળવી રહી છું અને તેનો આનંદ માણી રહી છું.

