Bhumi Pednekar on ‘Bhakshak’ : ‘ભક્ષક’ ફિલ્મ માટે ભૂમિ પેડણેકરની ચોતરફ પ્રશંસા થઈ રહી છે
ભૂમિ પેડણેકર
બૉલિવૂડની અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar) હાલમાં તેની ફિલ્મ ‘ભક્ષક’ (Bhakshak)માં અભિનય માટે મળેલી સર્વસંમત પ્રશંસા અને પ્રેમનો આનંદ માણી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘12th ફેલ’ (12th Fail) અને ‘ભક્ષક’ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. કન્ટેન્ટ આધારિત આ ફિલ્મો થિયેટ્રિકલી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે અભિનેત્રી ભૂમિ પેડણેકર કહે છે કે (Bhumi Pednekar on ‘Bhakshak’), કન્ટેન્ટ ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે.
ભૂમિ પેડણેકરે ટૂંક સમયમાં બૉલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ભૂમિને તેના અદ્ભુત કામને કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. ‘ભક્ષક’ ફિલ્મમાં તેના અત્યંત સૂક્ષ્મ અને તેજસ્વી અભિનય અવિશ્વસનીય પ્રશંસા મેળવી રહ્યો છે. ભક્ષકે વૈશ્વિક કન્ટેન્ટ પ્લેટફોર્મ પર ભારતને ગૌરવ અપાવતું વધુ એક માઈલસ્ટોન સ્થાપ્યું છે – તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈશ્વિક સ્તરે ટોચની પાંચ બિન-અંગ્રેજી ફિલ્મોમાંની એક છે.
ADVERTISEMENT
આ બાબતે ખુશી વ્યક્ત કરતા ભૂમિ પેડણેકરે કહ્યું કે, ‘કન્ટેન્ટ ફિલ્મો તાજેતરમાં ઉદ્યોગનું સૌથી મોટું આકર્ષણ રહ્યું છે અને તે મને ઘણો આનંદ આપે છે સાથે જ ઘણી આશા આપે છે. હું મારી કારકિર્દી અને મારી ઓળખનો શ્રેય દૂરદર્શી સિનેમા અને ફિલ્મ નિર્માતાઓને આપું છું. ફિલ્મ ‘12th ફેલ’ મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે, તે થિયેટ્રિકલ રીતે વર્ષની સ્લીપર હિટ બની હતી, જ્યારે ‘ભક્ષક’ સ્ટ્રીમિંગ પર વૈશ્વિક ચાર્ટમાં ટોચ પર રહી છે.’
અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘અમે હાલમાં જે સિનેમા બનાવી રહ્યા છીએ તેના માટે વિશ્વનું મનોરંજન કરવા માટે ભારતીય કન્ટેન્ટ એક વિશાળ સીમાચિહ્નરૂપ છે. ‘ભક્ષક’ એવી કેટલીક ફિલ્મોમાંની એક છે જે વૈશ્વિક હિટ બની છે. આ આપણા બધા માટે એક મોટી સિદ્ધિ છે અને આપણા ઉદ્યોગ માટે ગર્વની ક્ષણ છે.’
‘પેઢીઓથી, કનટેન્ટ ફિલ્મોએ ફિલ્મો બનાવવાની કે વપરાશની રીત બદલી નાખી છે અને મને આશા છે કે ‘ભક્ષક’ જેવી ફિલ્મો આવનારા વર્ષોમાં આ પ્રકારની ફિલ્મો બનાવવામાં વધુ યોગદાન આપશે.’, એમ ભૂમિ પેડણેકરે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, ‘ભક્ષક’ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર પ્રેસ રિપોર્ટરની ભૂમિકા ભજવે છે. ‘ભક્ષક’ ફિલ્મમાં ભૂમિ પેડણેકર બિહારની સ્થાનિક પત્રકાર વૈશાલી સિંહની ભૂમિકા ભજવે છે. તેની પાસે સંસ્થાકીય સમર્થન અથવા નાણાકીય પીઠબળનો અભાવ છે પરંતુ અવિશ્વસનીય નિશ્ચય ધરાવે છે. પત્રકાર એક છોકરીના આશ્રય ગૃહમાં જાતીય શોષણના કિસ્સાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર ઉપરાંત સંજય મિશ્રા (Sanjay Mishra), આદિત્ય શ્રીવાસ્તવ (Aditya Srivastava) અને સાઈ તામ્હંકર (Sai Tamhankar) પણ મુખ્ય ભૂમિકામાં છે.

